Connect with us

Bhavnagar

કે કે ગોહિલ, કનુભાઈ બારૈયા, પ્રવિણ રાઠોડ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે : આરપારની લડાઈ : બરાબરનો ચૂંટણી જંગ જામશે

Published

on

KK Gohil, Kanubhai Baraiya, Pravin Rathore to contest from Congress: Battle between: A battle of equals

કે કે ગોહિલ VS જીતું વાઘાણી, કનુભાઈ બારૈયા VS ગૌતમ ચૌહાણ, પ્રવીણ રાઠોડ VS ભીખાભાઇ બારૈયા વચ્ચે સીધો જંગ ; કોંગ્રેસે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કે કે ને ટિકિટ મળતા ક્ષત્રિય સમાજમાં ખુશીની લહેર
ભાવનગર સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિધાનસભા ચુંટણી જાહેર થતા ભાજપ – કોંગ્રેસ – આપ સહિતના રાજકીય પક્ષો ઉમેદવાર જાહેર કરી રહયા છે. ત્‍યારે કોંગ્રેસના દ્વારા બીજી યાદી જાહેર કરીને ૪૬ ઉમેદવારોને ટિકીટ અપાઇ છે. કોંગ્રેસ ગુરૂવારે મોડી રાત્રે ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠકોના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે. અગાઉ એક બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. હજુ જિલ્લાની ત્રણ બેઠકના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા નથી તળાજા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્‍ય કનુભાઈ બારૈયા ને ફરી ટિકિટ આપવામાં આવી છે. જયારે પાલીતાણા બેઠક માટે પ્રવીણભાઈ રાઠોડને રીપીટ કરાયા છે. ગત વિધાનસભાની બેઠકમાં પાલીતાણા માંથી પ્રવીણભાઈ રાઠોડ પરાજિત થયા હતા કોંગ્રેસે તેને ફરી એકવાર તક આપી છે. જયારે ભાવનગર પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસ એ કે.કે .ગોહિલને ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા કનુભાઈ કલસરિયા ની જાહેરાત કરી છે. આમ જિલ્લાની સાત પૈકી ચાર બેઠકો ઉપર કોંગ્રેસે તેના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ૬ બેઠકોના ઉમેદવારો જાહેર કરવા માં આવ્‍યા છે. જયારે હજુ પણ ભાવનગર પૂર્વ ની બેઠક ઉપર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસ ભાજપ અને આપના તમામ ઉમેદવારો જાહેર થયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્‍પષ્ટ થશે. ત્યારે કે કે ગોહિલ VS જીતું વાઘાણી, કનુભાઈ બારૈયા VS ગૌતમ ચૌહાણ, પ્રવીણ રાઠોડ VS ભીખાભાઇ બારૈયા વચ્ચે સીધો જંગ જામશે

error: Content is protected !!