Connect with us

Politics

અમરેલીમાં પરેશ ધાનાણીને હરાવી કૌશિક વેકરિયાએ મેળવ્યો ભવ્ય વિજય

Published

on

Kaushik Vekaria wins big by defeating Paresh Dhanani in Amreli

અમરેલીનો સમાવેશ ગુજરાતની મહત્વપૂર્ણ બેઠકોમાં થાય છે. કેમ કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ત્યાંથી હતા. આ બેઠકે અનેક વિક્રમો સર્જ્યા છે. અહીંથી પુરષોત્તમ રુપાલા, દિલીપ સાંઘાણી અને બાવકુ ઉંધાડ જીત્યા હતા અને પછી કોંગ્રેસના પરેશ ધાનાણીએ એ ત્રણેયને હરાવ્યા હતા. આ ત્રણેય ભાજપના માંધાતાઓને હરાવવા બદલ પરેશ ધાનાણી જાયન્ટ કિલર તરીકેની ઓળખ પામ્યા હતા. પણ શેરને માથે સવાશેર હોય એમ પરેશ ધાનાણી આ વખતે ભાજપના કૌશિક વેકરિયા સામે હારી ગયા છે. કૌશિક વેકરિયા યુવા હોવા ઉપરાંત સ્થાનિકોમાં જબરી લોકપ્રિયતા ધરાવે છે. જાયન્ટ કિલર પરેશ ધાનાણીને હરાવીને વેકરિયા પોતે પણ જાયન્ટ કિલર સાબિત થયા છે.

અમરેલી જિલ્લાની અમરેલી વિધાનસભા બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. અમરેલી બેઠકની જનતાએ 2007માં ભાજપને 2012માં કોંગ્રેસને અને 2017માં પણ કોંગ્રેસના ઉમેદવારને વીજેતા બનાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે પરેશ ધાનાણી સામે કૌશિક વેકરિયાને ટીકિટ આપી છે. જે ભાજપના સંગઠનના નેતા છે. અમરેલીમાં પરેશ ધાનાણીનો દબદબો હોવા છતાં આ ચૂંટણીમાં નવા સમીકરણો રચાયા તો ભાજપ માટે આ ફાયદાકારક રહેશે. પરેશ ધાનાણી માટે અમરેલી ગઢ હોવાથી ભાજપ માટે અહીં સમીકરણો બદલવા ટફ હતા. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી બે ટર્મથી અમરેલી વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો નથી. પરેશ ધાનાણીનું અમરેલીમાં સારું એવું પ્રભુત્વ હતું અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો હતો. 1991થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપના દિલીપ સંઘાણી આ બેઠક ઉપરથી ચાર વખત વિજયી થયા છે.

વર્ષ 2009માં કૉંગ્રેસના વીરજી ઠુમ્મરે સંઘાણીને પરાજય આપ્યો હતો. ગત વખતે ભાજપે આ બેઠક ઉપરથી નારણ કાછડિયાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. આ બેઠક પરથી ધાનાણી અને કાછડિયા લેઉઆ પાટીદાર સમાજના છે. હાલમાં પરેશ ધાનાણી અમરેલી બેઠકથી ધારાસભ્ય છે. અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. હવે સમીકરણો બદલાય તો ભાજપ માટે આ લોટરી સમાન હશે.

error: Content is protected !!