Sihor
સિહોરના બસ્ટેન્ડના ઢાળમાં રહેતો કમલેશ ઉર્ફે ભગો અને મનિષે ટ્રાન્સપોર્ટમાં દારૂ મંગાવ્યો
મુંબઈથી આવેલા વિદેશી દારૂના પાર્સલ લઇ બહાર નીકળતા કમલેશ અને મનિષને પોલીસે ઝડપી લીધા ; લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ વિદેશી દારૂ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૮૭,૬૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો
સિહોરના બસ્ટેન્ડના ઢાળમાં રહેતો કમલેશ ઉર્ફે ભગો અને મનિષે મુંબઈ થી ટ્રાન્સપોર્ટમાં દારૂ મંગાવ્યો હતો દારૂનું પાર્સલ લઇ બહાર નીકળતા કમલેશ અને મનિષને એલસીબીએ પોલીસે ઝડપી લીધા છે ભાવનગર શહેરના બંદર રોડ વૈશાલી સિનેમા પાસે આવેલા ટ્રાન્સપોર્ટ માંથી વિદેશી દારૂ પાર્સલ છોડાવી બહાર નીકળતા ની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ બે શખ્સોને દબોચી લીધા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે વિદેશી દારૂનો જથ્થો મોબાઇલ મળી કુલ રૂપિયા ૧,૮૭,૬૨૦ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને મળેલી બાકીના આધારે જુના બંદર રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે વોચ ગોઠવી ક્યારે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ છોડાવી બહાર નીકળતા મનીશ ઉઠે રમેશકુમાર ધામેલીયા અને કમલેશ ઉર્ફે ભગવો રમેશભાઈ સરવૈયા ને અટકાવી સાથે રહેલા પાર્સલની ચકાસણી કરતા વિદેશી દારૂની 252 બોટલ મળી આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ બંને શખ્સોને વિદેશી દારૂનો જથ્થો મોબાઇલ મળી કુલ રૂપિયા ૧,૮૭,૬૨૦ ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતા મુંબઈ ખાતે રહેતા સુનીલ પીંજાણી અને બુલુભાઈ દ્વારા આ વિદેશી દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ગંગાજળિયા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી