Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લાની સાતેય બેઠક જીતવા જલ્સા પાર્ટીનો દર, ઠેર-ઠેર સંભળાતા પ્રચારના ભુંગળા

Published

on

Jalsa Party rate to win all seven seats of Bhavnagar district, campaign noises heard everywhere

બરફવાળા

ભાવનગર જિલ્લાની સાતેય બેઠક જીતવા જલ્સા પાર્ટીનો દર, ઠેર-ઠેર સંભળાતા પ્રચારના ભુંગળા

રીક્ષા, ઈકોકાર, બોલેરો અને વાહનો મારફતે પ્રચાર : કયાંક તાવા પાર્ટી તો કયાંક ભજીયા પાર્ટી : ઝંડી, ટોપી, બેનરો, સ્ટીકર પાછળ થતો લખલૂટ ખર્ચ : મોડે સુધી કાર્યકરોની ચાલતી પાર્ટી

વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યાં છે ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે નાણાંકીય કોથળીઓ જાણે છૂટી મુકી દેવામાં આવી હોય તેવો માહોલ ભાવનગર જિલ્લાના વિવિધ વિધાનસભા મતક્ષેત્રમાં જોવા મળે છે. મુખ્ય પ્રતિસ્પર્ધીઓ આર્થિક રીતે સધ્ધર હવાથી ઠેકઠેકાણે કાર્યાલયો ખોલી નાખ્યા છે. મોડી સાંજથી રાત સુધી મતદારો માટે કયાંક તાવા પાર્ટી તો કયાંક પાઉભાજી ભજીયાની પાર્ટીનો માહોલ જોવા મળે છે. ચુંટણી ખર્ચની મર્યાદા હોવા છતાં પાણીની જેમ પ્રચાર અર્થે વપરાતા પૈસા લોકોમાં ચર્ચાસ્પદ બની રહ્યાં છે.વિધાનસભામાં આ વખતે ત્રણેય રાજકીય પક્ષો દ્વારા અસ્તીત્વનો સવાલ થઈ ઉઠયો છે ત્યારે અનેક કાર્યાલયો ધમધમી રહ્યા છે. તે શહેર તથા ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારોમાં રીક્ષા,  ઈકો,  છોટા  હાથી, બોલેરો સહીતના લકઝરી વાહનો પ્રચારમાં લાગેલ છે. ડીજે સાથે ફરતા અનેક વાહનો શહેરના દરેક વિસ્તારોમાં આખો દિવસ પ્રચાર કરી રહેલ છે. જિલ્લાના મત વિસ્તારમાં ત્રણેય રાજકીય પાર્ટીના ઉમેદવારો બધી રીતે સક્ષમ છે. આ વખતે ત્રણેય માટે અસ્તીત્વનો સવાલ છે જેથી સાંજથી મોડી રાત સુધી અનેક સભાઓ, મીટીંગોમાં ગાઠીયા ભજીયા પુરી શાક સહીત નાસ્તાઓ તેમજ ગ્રુપ મીટીંગોમાં ભોજન સમારોહ મોડી રાત સુધી ચાલતા જોવા મળે છે. પ્રચાર માટે આ વિસ્તારોમાં અસંખ્ય વાહનો ફરતા રહે છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!