Connect with us

Sihor

પ્રજાના પ્રતિનિધિ લોકોની સમસ્યા સાથે પત્રકારત્વને સમજી શકે તે બહુ મોટી બાબત છે

Published

on

It is very important that representatives of the people can understand journalism with people's problems

રોડની ઝુંબેશને અહીં વિરામ આપીએ છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે રોડ બાબતે સકારાત્મક અભિગમ દાખવી અહીં રોડ માટે તાત્કાલિક 1.60 કરોડ જેવી રકમ ફાળવી દીધી છે અહીં આ તકે સરકાર તંત્ર અને નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમનો વ્યક્તિગત આભાર માનું છું કારણકે રાજકારણમાં એવા ઓછા લોકો હોઈ છે જે પ્રજાની પીડાની સાથે સાથે પત્રકારત્વને પણ સમજી શકે છે અહીં શંખનાદના વાંચકોને જણાવી દઈએ કે સમાચારનો અર્થ માત્ર કોઈની ટીકા કરવી અથવા સનસનાટી ફેલાવી દેવાનો નથી તેની તકેદારી રાખવાનો અમે પ્રયાસ કર્યો છે. દુનિયામાં જેમ ખરાબ થાય છે તેમાં કયાંક સારૂ પણ થાય છે

શંખનાદે હમેશાં આગ્રહ રાખ્યો કે જ્યાં કઈ પણ સારૂ થાય છે તેની વાત અચુક વાંચકો સુધી લઈ જવી સતત નેગેટીવ સમાચારો વચ્ચે એક હકારાત્મક ઘટના આપણને બધાને જીવાડવામાં મદદ કરે છે અમે પ્રયત્ન કર્યો કે વિશ્વમાં બધી જ ખરાબ ઘટનાઓ થતી નથી સારા માણસો પણ છે અને સારૂ પણ બને છે. એક મોટા સમાચાર ચુકી જવાય તો વાંધો નહીં પણ એક સારી ઘટના નોંધ વગર આપણે અને વાંચકો ચુકી જઈએ તે પાલવશે નહીં પત્રકાર સમાચાર લખે છે તેના કારણે કોણ રાજી થાય છે અને કોણ દુઃખી તેનો પ્રશ્ન હોતો નથી કારણ તે કોઈને રાજી અથવા દુઃખી કરવા લખતો નથી.

કેટલાંક વાંચકોની ફરિયાદ પણ રહી છે કે તમે ભાજપ વિરોધી છો ઘણી વાર કોંગ્રેસ વિરોધી પણ હું મારા તે વાંચકોને નમ્રતાપુર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશ કે શંખનાદનો કોઈ રાજકીય અંગત મત નથી પત્રકારત્વને સમજી શકતી વ્યકિતઓને ખબર જ છે પત્રકારનું કામ વ્યવસ્થા તંત્રની ખામીઓ શોધી તંત્ર સામે મુકવાની હોય છે જ્યારે પત્રકાર વ્યવસ્થા તંત્રની તરફદારી કરે અને તેનો હિસ્સો થઈ જાય તો તે બાબત સમાજ માટે ઘાતક છે આપને વિશ્વાસ બને ખાતરી આપી છે કે 2022 માં સ્થાનિકથી લઈ રાજ્ય કક્ષા સુધી જે કોઈ પણ પક્ષની

સરકાર હશે શંખનાદ લોકો સાથે હમેશા ઊભુ રહેશે અને વ્યવસ્થા તંત્રની ટીકા કરતુ રહેશે પછી સરકાર ભાજપ આપ કે કોંગ્રેસની હોય તો પણ વ્યવસ્થા તંત્રની ત્રુટીઓને રજુ કરવાનું અમારૂ કામ અને ફરજ છે જે અમે પ્રમાણિકપણે કરતા રહીશુ. સરકારમાં કોઈ પણ હોય તેની અમને નીસ્બત નથી. કાયમને શંખનાદ તમને પોતાનું લાગે તેની અમે તકેદારી રાખીશું, મળતા રહીશું રોજજે

Continue Reading
Advertisement
error: Content is protected !!