National
દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E2131માં ટેકઓફ સમયે લાગી આગ! ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E2131ના એન્જિનમાં શુક્રવારે રાત્રે 10.08 કલાકે દિલ્હી એરપોર્ટ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. અને ઈન્ડિગોની ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે પ્લેનના એન્જિનમાં પહેલા સ્પાર્ક જોવા મળ્યો હતો અને પછી આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને વિમાનને અટકાવીને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું અને એ પછી ફ્લાઇટ પર સવાર દરેક મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 2131ની રાઇટ વિંગમાં આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જણાવી દઈએ કે આ વિમાનમાં 177 મુસાફરો સવાર હતા અને દરેક ટેક ઓફ પહેલા જ આ ઘટના બનતા પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું. આ કારણે એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી. જણાવી દઈએ કે પેલનમાં સવાર એક મુસાફરના ફોનમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી અને હાલ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટ રનવે પર છે અને પાંખમાંથી જોરદાર સ્પાર્ક નીકળી રહ્યો છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને એ પછી મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ડીજીસીએએ આ ઘટનાનો ખુલાસો કર્યો હતો કે 28 ઓક્ટોબરે ઈન્ડિગો A320-CEO એરક્રાફ્ટ VT-IFMની ઓપરેશન ફ્લાઈટ 6E-2131 (દિલ્હી-બેંગલુરુ) એ એન્જિન 2 ના ફેલ થવાની ચેતવણી તરીકે ઉડાન ભરી હતી અને આ પછી તેમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જો કે તુરંત જ આગને કાબૂમાં લેવામાં આવી હતી અને વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું. હાલ તેને તપાસ માટે રાખવામાં આવેલ છે. જણાવી દઈએ કે DGCA દ્વારા ઘટનાનું કારણ જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે અને તએ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે.
दिल्ली से बेंगलुरु के लिए उड़ान भरने जा रहे इंडिगो विमान के इंजन से पहले चिंगारी निकली और फिर आग लग गई। ये हादसा टेक ऑफ़ से पहले ही हुआ, जिसके बाद विमान को रोक दिया गया।#IndiGo #IndigoFlight pic.twitter.com/t6lIApw9c0
— Versha Singh (@Vershasingh26) October 29, 2022
ઈન્ડિગો એરલાઈન્સે આ ઘટના અંગે નિવેદન જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઈટ 6E2131માં ટેક-ઓફ રોલ દરમિયાન ટેકનિકલ સમસ્યા આવી હતી, જેના પછી તરત જ પાઈલટે ટેક-ઓફ અટકાવી દીધું હતું અને પ્લેન લેન્ડ થઈ ગયું હતું. તમામ મુસાફરો અને પાઈલટ સુરક્ષિત છે અને ફ્લાઈટ ચલાવવા માટે વૈકલ્પિક એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રીઓને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.’