Connect with us

Sports

IND vs PAK T20 World Cup: આજે જીત્યા તો બનશે વર્લ્ડ રેકોર્ડ, મેલબોર્નમાં ચક દે ઈન્ડિયા!

Published

on

india-has-chance-to-achieve-world-record-in-international-cricket-to-beat-pakistan-at-melbourne

એવું ક્યાં બને છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાનમાં હોય અને કોઈ રેકોર્ડ દાવ પર ન હોય? મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાનારી આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પણ તક છે. પાકિસ્તાન સામેની જીત ભારતની વર્લ્ડ કપની શાનદાર શરૂઆત જ નહીં, પરંતુ ટીમ એક કેલેન્ડર વર્ષમાં જીતના મામલે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. હાલમાં આ મામલે બંને ટીમો બરાબરી પર છે.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ

હાલમાં, ટીમ ઈન્ડિયા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતના મામલે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટાઈ છે. બંનેએ 38-38 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની શ્રેણી ટીમ ઈન્ડિયાની 38મી જીત હતી. 2022માં ટીમ ઈન્ડિયાની આ જીત મોટાભાગે ODI અને T20 ક્રિકેટ ફોર્મેટમાં આવી છે. ફરી એકવાર ટીમ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ જીત નોંધાવવાની તક છે.

ઓસ્ટ્રેલિયાએ 2003માં આ રેકોર્ડ બનાવ્યો હતો

અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો જેણે 2003માં 38 જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાની જીતમાં 30 વનડે અને 8 ટેસ્ટ મેચ સામેલ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને રિકી પોન્ટિંગની કેપ્ટન્સીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ ભારતની વાત કરીએ તો ભારતે મોટાભાગે આ મેચો રોહિત શર્માના નેતૃત્વમાં રમી છે.

Advertisement

ભારત પાસે વર્લ્ડ રેકોર્ડની તક છે

મેલબોર્નમાં પાકિસ્તાન સામે જીત મેળવતા જ ભારત આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે અને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવશે. પાકિસ્તાન સામેની જીત તેની 39મી જીત હશે અને તે આ મામલે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે.

error: Content is protected !!