Connect with us

Sihor

સિહોર ગોદાવરી સ્કૂલ પાસે ગટરની અધૂરી કામગીરી, વાહનો ખુચ્યા : લોકોને હેરાનગતિ

Published

on

Incomplete drainage works near Sihore Godavari School

ગટરની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

સિહોર નગરપાલિકા વહીવટી તંત્રમાં કેટલી હદે બેદરકારી ચાલી રહી છે તેનું વધુ એક ઉદાહરણ ગોદાવરી સ્કૂલ પાસે જોવા મળ્યું છે અહીં ગટરની કામગીરી શરૂ હતી જે અધૂરી છોડી દેવાતા વાહન ચાલકો અટવાયા હતા આ કારણથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં બેદરકાર અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા સિહોરના વોર્ડ 4 માં આવેલ ગોદાવરી સ્કૂલ આસપાસ ગટરનો પ્રશ્ન ખૂબ ચગ્યો હતો અહીં ગટરના પાણીના કારણે લોકો ત્રાસી ઉઠ્યા હતા.

Incomplete drainage works near Sihore Godavari School

જે મામલો અખબારો સુધી પોહચ્યો અને ત્યાર બાદ તંત્ર દ્વારા તેની નોંધ લઈ તાત્કાલિક ગટરની સમસ્યાના કામ શરૂ કરાયા હતા અહીં તંત્રએ સમસ્યાના નિરાકરણ માટે ગટરના પાઇપો નાખવા માટે રોડ ખોદાયો હતો જે રોડ અમદાવાદ જવાનો છે જે રોડમાં ગટરની કામગીરી પૂર્ણ થતાં જે બાદ કામગીરી અધુરી મુકી દેવામાં આવી છે. અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત વાહનોથી ધમધમતા વિસ્તાર રોડની અધૂરી કામગીરીને લઈ લોક રોષ પ્રબળ બન્યો છે

Continue Reading
Advertisement
error: Content is protected !!