Sihor
સિહોરમાં ધામાં નાખેલ દિપડાને પકડી પાડવા વનવિભાગે પાંજરા ગોઠવ્યા
દેવરાજ
- લોકો અને ખાસ કરી ખેતમજૂરી પશુપાલકો ભયના ઓથાર હેઠળ, છેલ્લા ત્રણ ચાર દિવસથી આવી ચડેલા દિપડાને પકડી પાડવાની કવાયત, પાંજરા ગોઠવાયા, વનવિભાગ હરકતમાં
સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ ધામા નાખતા લોકોના જીવ પડીકે બંધાયા છે , શહેરન ડુંગરાળ વિસ્તાર અને ગોતમેશ્વર સહિતના વિસ્તારોમાં ઘૂમી રહેલા દીપડાએ બે પશુનું મારણ પણ કરતા માલધારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને દીપડાને પકડી લેવા માટે માંગ કરવામાં આવી હતી જેના પગલે આજે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી અને પાંજરૂ મુકવામાં આવ્યું હતું બે દિવસ પૂર્વે સિહોરી માતાના મંદિર ડુંગર પાસે દીપડાએ દેખા દીધા હતા અને સિહોરના પાદરમાં દીપડો આવી જતાં નગરજનો ભયભીત બની ગયા હતા.
એ પછી ગઈકાલે સવારના સમયે ગૌતમેશ્વર મંદિર પાસેના હવેડા પાસે પાણી પીતો દેખાયો હતો જ્યાં એક ગાયનું પણ મારણ કર્યાના અહેવાલો વચ્ચે ગઈકાલે સાંજે વનવિભાગ તંત્ર હરકતમાં આવ્યું હતું અને દિપડાને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. સિહોર અને તાલુકાના ગામોના પાદરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે અને ત્રણ દિવસમાં બે પશુના મારણ કરતાં પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે.ધ્રુપકા, ખાંભા, સાગવાડી,સર, તરશિંગડા વાડી વિસ્તાર સહિતના ગામો અને વિસ્તારોમાં વાડી વિસ્તાર આવેલા છે. આ વાડી વિસ્તારમાં અનેક લોકો પશુઓ અને પોતાના પરિવાર સાથે રહે છે.સિહોર પંથકના વાડી વિસ્તારમાં દીપડાની આવન-જાવનથી પશુપાલકો અને ધરતીપુત્રો ભયથી ચિંતાતુર બની ગયા છે.હાલમાં ખેતીની પણ ભરપૂર સીઝન ચાલી રહી છે જેની દિપડાને વહેલી તકે ઝડપી પાડવા લોકોની માંગ ઉઠી છે