Sihor
સિહોરમાં અસામાજિક તત્વો બેફામ : ધોળા દિવસે શાળામાં ઘુસી તોડફોડ કરી સાહિત્યને આંગ ચાંપી દીધી

જુના સિહોરમાં આવેલ શાળાના નં 3 ની ઘટના, આજે રવિવાર હતો સ્કૂલ બંધ હતી બપોરના સમયે અસામાજિક તત્વો શાળામાં ઘુસી તોડફોડ કરી કોમ્પ્યુટર સિસ્ટમને નુકશાન કરી સાહિત્યને દિવાસળી ચાંપી દીધી : ભૂતપૂર્વ અને વર્તમાન વિધાર્થીઓના સાહિત્યને ખાખ કરી દીધું : ફાયર અને પોલીસ સ્થળે પોહચ્યું : શિક્ષણ જગતમાં ખળભળાટ
શાળામાં બાળકોને સંસ્કારનું સિંચન થાય છે સમાજમાં શાળાનું સ્થાન મંદિરથી કમ નથી પરંતુ સિહોરમાં આવેલી શાળા નં 3 માં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે. આજે રવિવારના દિવસે શાળા બંધ હતી તે દરમિયાન ભર બપોરના સમયે કેટલાક તત્વો તાળા તોડી શૈક્ષણિક સાધનોને નુકસાન અને તોડફોડ કરી જરૂરિયાત રેકર્ડને દીવાસળી ચાંપી ખાખ કરી દીધું છે બનાવને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની મળતી વિગતો મુજબ શહેરના જુના સિહોર વિસ્તારમાં આવેલી શાળા નં 3 જ્યાં આજે ભર બપોરના સમયે કોઈ અસામાજિક તત્વોએ તાળા તોડી શાળામાં પ્રવેશીને શાળામાં તોડફોડ કરી શિક્ષણને લગતી ચીજવસ્તુઓને નુકશાન કરી શાળાના રેકર્ડને આગ ચાંપી દેતા સાહિત્ય બળીને ખાખ થયું છે
આજે રવિવાર હોવાથી સ્કૂલ બંધ હતી ધોળા દિવસે બનેલી ઘટનામાં સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં મારતી ગાડીઓ સાથે તંત્રનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો શાળાના આચાર્ય પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા બનાવને લઈ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે ઘટના સ્થળે લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા બપોરે બનેલી સમગ્ર ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અને સિહોરમાં પણ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે
ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓના સાહિત્યને આગ ચાંપી દીધી
અજાણ્યા શખ્સ દ્વારા કબાટમાં રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓના સાહિત્યને આગ ચાપી હોય તેવું અનુમાન છે અહીં રહેલી ચીજ વસ્તુઓ યથાવત છે કોઈ ચોરી કે ગુમ થયેલ નથી શાળામાં ગેરકાયદેસર પ્રવેશ કરી તાળા અને દરવાજા તોડી કચેરી માં રહેલ કબાટ માં રહેલ સાહિત્ય ને બહાર કાઢી આગ લગાડાય છે બનાવને લઈ અનેક સવાલો ઉભા થયા છે
શાળા ના કોમ્પ્યુટર સિસ્ટમ ને નુકશાન
ભર બપોરે બનેલા બનાવને લઈ સમગ્ર સિહોરમાં ચકચાર મચી છે શહેરની પૌરાણિક અને દાતાના દાન થી બનેલી ૭૩ વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળા નં ૩ માં આજે બપોરે બનેલા બનાવમાં શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે શાળાને નુકશાન કર્યાની સાથે શાળામાં રહેલા કોમ્પ્યુટર સિસ્ટમ ને પણ આગ ચાંપી દીધી છે
બનાવને લઈ તંત્રમાં દોડધામ થઈ
બપોરના સમયે શાળા નં ૩માં આગ લાગ્યાની જાણ થતાં નગરપાલિકા ફાયર બ્રિગેડ અને સિહોર પોલીસ તંત્ર સ્ટાફ સ્થળ ઉપર દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તપાસના ચક્રોગતિમાન કર્યા છે