Connect with us

Sihor

સિહોરના પાંચવડા વિસ્તારમાં ગતરાત્રીના વાહન ઓવરટેક મામલે ધબધબાટી બોલી, બેને ઇજા

Published

on

In Panchwada area of Sihore, two people were injured in a vehicle overtaking incident last night

પવાર – બુધેલીયા

  • વાહન ઓવરટેક મામલો વણસતા બન્ને જૂથ સામસામે આવી જતા મામલો તંગ બન્યો, પોલીસ સમયસર પોહચી જતા મામલો થાળે પાડ્યો, હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા, સર્જાયેલી મારમારીમાં બે વ્યક્તિને ઇજા

સિહોરના ભાવનગર રોડ પાંચવડા વિસ્તારમાં ગતરાત્રીના મારામારી સર્જાતા સમગ્ર મામલો થોડા સમય માટે તંગ બન્યો હતો જોકે પોલીસ સમયસર પોહચી જતા સ્થિતિ વધુ વણસતા રહી ગઈ હતી પાંચવડા વિસ્તારમાં રહેતા યુવાન અને તેનો મિત્ર મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી એક રીક્ષા ચાલક ઓવરટેક કરી જતો હતો

In Panchwada area of Sihore, two people were injured in a vehicle overtaking incident last night

ત્યારે યુવાને જણાવેલ કે આમ રીક્ષા ચલાવાય જેમ કહેતા રીક્ષા ચાલક ઉશ્કેરાયો હતો અને રીક્ષા ચાલક સહિત અન્ય નવ શખ્સોને બોલાવી યુવાન અને તેના મિત્રને ગાળો આપી લાકડી વતી માર માર્યો હોવાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના પાંચવડા વિસ્તારમાં રહેતા પ્રશાંતભાઈ ભરતભાઈ રાઠોડ ૨૭ અને તેનો મિત્ર કેતનભાઇ વાલજીભાઈ મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી સિહોરના રાજીવનગર ખાતે રહેતા લક્ષ્મણભાઈ ભરવાડ નામના મોટરસાયકલને રીક્ષા વડે ઓવર ટેક કરતા ભરતભાઈએ રીક્ષાચાલક લક્ષ્મણભાઈ ને જણાવ્યું હતું

In Panchwada area of Sihore, two people were injured in a vehicle overtaking incident last night

કે રીક્ષા આમ ચલાવાય ત્યારે ઉશ્કેરાયેલા લક્ષ્મણભાઈ રિક્ષામાંથી ઉતરી પ્રશાંતભાઈ અને કેતનભાઇ ઝખડો કરવા લાગ્યા હતા દરમિયાનમાં અન્ય શબ્દો ને બોલાવી પ્રશાંતભાઈ અને કેતનભાઇ ને લાકડી વડે ગંભીર પણે માર મારી ગાળો આપી હતી આ બનાવવાની રીત પ્રશાંતભાઈએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે

error: Content is protected !!