Bhavnagar
ભાવનગર જિલ્લામાં ફરી પાસ ના કાર્યકરોએ ફેંક્યો પડકાર ; ભાજપ વિરોધી મતદાનનું એલાન
પવાર
પાટીદાર આંદોલન સમયની માંગો નું ભૂત ફરી ધુણ્યું : પાસના યુવાઓએ કેસો પરત નખેંચાતા અને શહીદોના પરિવાર ને નોકરી ન મળતા ફેંક્યો પડકાર : હવે અમો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું : શુ આ પાસ ના યુવાઓ રાજકીય પક્ષ નો હાથ બની રહ્યા છે ના ઉઠ્યા સવાલો : પાસના તે સમયના દિગ્ગજો હવે વિવિધ રાજકીય પક્ષો માં ગોઠવાય જતા આ પ્રશ્ન સમેટાય ગયો : ચૂંટણી સમયે ફરી આ પ્રશ્ન ઉઠતા અનેક તર્કવિતર્ક.
ભાવનગરમાં આજે ફરી પાસના કાર્યકરો દ્વારા એક પ્રેસ યોજી ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો હજુ સુધી સત્તાધીશ સરકારે પરત ન ખેંચતા અને આ આંદોલનમાં શહીદ થનાર પરિવારોને નોકરી ન આપતા આજે ફરી ભાવનગરના પાસ ના કાર્યકરોએ પડકાર ફેંકી કહ્યું કે અમો ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરીશું. અગાઉના પાસ ના આંદોલન સમયના હાર્દિક પટેલ,રેશમાં પટેલ,અલ્પેશ કથીરિયા,ધાર્મિક માલવીયા,નીતિન ગેલાણી, સહિતના કાર્યકરો જુદી જુદી રાજકીય પાર્ટીમાં જોડાય ગયા છે જેથી તેમને હવે આ બાબતે સમાજના આ પ્રશ્ન ને નથી ઉઠાવતા અને પાટીદાર આંદોલન સમયનો આ પ્રશ્ન હજુ ત્યાને ત્યાંજ છે
ત્યારે એ લોકો ભલે હવે પાસ માં નથી પરંતું અમો પાસના કાર્યકરો હવે ચૂંટણી પૂર્વે ટિમો બનાવી આ મામલે તેમના સમાજ વચ્ચે જશું અને આગામી ચૂંટણી માં ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.જો કે હજુ એ સવાલ છે આટલા સમય પછી ચૂંટણી સમયે આ પ્રશ્ન ઉભો થયો છે અને હાલના આ પાસના કાર્યકરો આપ પાર્ટી સાથે પણ સંકળાયેલા છે ત્યારે હવે સાચા અર્થમાં પાસના કાર્યકરો આ તેની જૂની માંગ સાથે મેદાને પડયા છે કે ચૂંટણી સમયે આપ પાર્ટી નો રાજકીય હાથો બની રહ્યા છે તે એક મોટો સવાલ છે જેનો જવાબ સમય જ બતાવશે કે પાટીદાર આંદોલન સમય નું આ ભૂત ફરી કેમ અત્યારે ચૂંટણી સમયે જ કેમ ધુણ્યું તે પણ એક સવાલ છે