Bhavnagar
ભાવનગર શહેરમાં આ વિસ્તારોમાં મિલકત લે-વેચ માટે કલેકટરની ખાસ પરમિશન લેવી ફરજિયાત, જાણો શું હોય છે અશાંતધારો
કુવાડીયા
27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે અને ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ કરાયો છે. જેથી હવે મિલકત મામલે કલેકટરને જાણ કરવી જરૂરી બની છે. ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આમ ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તે માટે અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરવામાં આવી હતી.
અશાંત ધારા એટલે શું?
જ્યારે મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.
અશાંતધારાથી કોમી વૈમનસ્ય પર કંટ્રોલ
કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી. જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો. તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા. કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી.
અશાંતધારો શું છે?
અશાંતઘારાના વિસ્તારમાં સ્થાવર મિલકત વેચી શકાતી નથી
મિલકત વેચવી હોય તો કલેક્ટરને કરવી પડે છે જાણ
મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો તંત્રને આપવી પડે છે
કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે
અશાંતધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે
કોઈ મિલકતો ટ્રાન્સફર તઈ હોય તો તેમાં કલેક્ટર સુઓમોટો દાખલ કરીને મિલકત પાછી અપાવી શકે
વારંવાર 2 કોમ વચ્ચે તણાવ થતો હોય ત્યાં લગાવવામાં આવે છે અશાંતધારો.