Sihor
દરેક સમાજના નાનામાં નાના પ્રશ્નો ઉકેલવા પુરતા પ્રયત્નો કરીશ : ખુમાનસિંહ ગોહિલ
Pvar
- સિહોર શહેરમાં આપનો ઝંઝાવતી ડોર ટું ડોર પ્રચાર, ખુમાનસિંહ ગોહિલે ગ્રામ્ય ૧૦૩ બેઠક ઉપરથી આપમાંથી ઝંપલાવ્યું: તેઓ કહે છે સરકારી યોજનાઓની જાહેરાતો થાય છે પણ તેનો અમલ થતો નથી
સિહોર શહેર આમ આદમી પાર્ટી દ્વારા બજારમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે ગ્રામ્ય વિધાનસભાના મતવિસ્તારના સિહોર શહેરની મુખ્ય બજારોની દુકાનોના વેપારીઓ સુધી ડોર ટુ ડોર જઈને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની વિચારધારા સ્થાનિક આગેવાનો દ્વારા પોહચાડવામાં આવી હતી અને ચૂંટણી ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.સાથે ઘણા વેપારીઓ પાર્ટી સાથે જોડાવવા માંગતા હતા ત્યારે સભ્ય નોંધણી પણ કરવામાં આવી હતી અને વેપારીઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવવાથી એક અનેરો આનંદ છે આ તકે આપ ઉમેદવાર ખુમાનસિંહે કહ્યું હતું કે ચૂંટણી માટે ફોર્મ ભરી દીધું છે સાથે લોકોનું સમર્થન મળી રહ્યું છે.
વિવિધ જ્ઞાતિની સંસ્થાઓએ પણ મને ટેકો જાહેર કર્યો છે. તેઓએ વધુમાં જણાવેલ કે જો હું ધારાસભ્ય તરીકે ચુંટાઈશ તો દરેક સમાજના નાનામાં નાના પ્રશ્નો હલ કરવા પુરતા પ્રયત્નો કરીશ મહિનામાં બે વખત અલગ- અલગ વિસ્તારમાં લોક દરબાર યોજાશે. જેમાં લોકો પોતાના અને વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકશે. દરેક સમાજને રોજગાર મળે તેવા પ્રયત્નો કરીશ. ખાસ કરીને યુવાઓ ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે. તેઓએ જણાવેલ કે સરકારી યોજનાઓ જાહેર થાય છે. પરંતુ તે લોકો સુધી પહોંચતી નથી અમુક નાનાવર્ગને તો આ બાબતનો ખ્યાલ પણ હોતો નથી. તેના માટે જરૂરી માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવશે.