Lifestyle
સ્કિન કેરમાં આ રીતે કરો બટાકાનું ઉપયોગ! બ્યુટીપાર્લર જવાની નહીં પડે જરૂર

શાકભાજીની યાદીમાં બટાકાનું નામ સૌથી ઉપર આવે છે. તે જ સમયે, બટાકાનો ઉપયોગ મોટાભાગના લોકોના ડેઇલી ડાયેટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે સ્કિન કેર રૂટીનમાં બટાકાનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જી હા, જો તમે ઇચ્છો તો સ્કીન કેરમાં બટાકાનો સમાવેશ કરીને જોતજોતામાં સ્કીનને ગ્લોઇંગ અને ખૂબસુરત બનાવી શકો છો. સામાન્ય રીતે સ્કીનની સ્પેશિયલ કેર કરવા માટે ક્રિમ અને સ્ક્રબનો ઉપયોગ એકદમ સામાન્ય છે. પરંતુ બજારમાં મળતી આ પ્રોડક્ટ્સ લગાવવાથી સ્કીન પર ઘણી આડઅસર થવાનો પણ ભય રહે છે. આવી સ્થિતિમાં પોટેટો ફેરનેસ ક્રીમ અને સ્ક્રબનો ઉપયોગ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે સ્કીનને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને સાથે જ નેચરલ સ્કીન ગ્લો લાવી શકો છો. તો ચાલો જાણીએ સ્કીન કેરમાં બટાકાનો ઉપયોગ અને તેના ફાયદા વિશે.
બટેટાનું સ્ક્રબ બનાવવા માટે 1 બટેટાને છીણી લો. હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ અને 2-3 ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથે 5-10 મિનિટ સુધી સ્ક્રબ કરો. પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.
પોટેટો સ્ક્રબ સ્કીન માટે નેચરલ ક્લીનઝર તરીકે કામ કરે છે. બટેટાનું સ્ક્રબ નિયમિત રીતે લગાવવાથી ત્વચાના ડેડ સેલ્સ સરળતાથી દૂર થઈ જાય છે. જેના કારણે તમે ટેનિંગ અને સનબર્નથી પણ સરળતાથી છુટકારો મેળવી શકો છો.
પોટેટો ફેસ ક્રીમ બનાવવા માટે, 1 બટેટાને છીણી લો. હવે તેને એક કપડામાં નાખીને ગાળી લો અને બટાકાનો રસ અલગ કરો. આ પછી 4-5 ચમચી બટાકાના રસમાં 1 ચમચી વિટામીન E કેપ્સ્યુલ, 1 ચમચી ગ્લિસરીન, 1 ચમચી એલોવેરા જેલ અને મોઈશ્ચરાઈઝર ક્રીમ નાખીને બરાબર મિક્સ કરો, તમારી ક્રીમ તૈયાર છે. હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
ત્વચાના ડાઘથી છુટકારો મેળવવા અને ફ્લોલેસ સ્મૂધ સ્કિન મેળવવા માટે પોટેટો ક્રીમનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. બટાકાની ક્રીમ લગાવવાથી ત્વચાનો રંગ નિખરે છે. આ સાથે, તમને ત્વચાને ગોરી કરવામાં પણ મદદ મળે છે.