Sihor
ચોમેર હરખની હેલી ; સિહોર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા નવા નીરના અનોખા વધામણાં
પવાર
- મામલતદાર, ચિફઓફિસર, નગરપાલિકા સ્ટાફ અને આગેવાનોની હાજરીમાં પુજન અર્ચન સાથે નવા નીરના વધામણા થયા
સિહોર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા નવા નીરના વધામણાં થયા છે સિહોરનું જીવાદોરી ગૌતમેશ્વર તળાવ બે વર્ષ બાદ ઓવરફ્લો થયાની આનંદ અને ખુશીનો નગરજનો સાથે માહોલ તંત્રમાં જોવા મળે છે ચીફ ઓફિસર મારકણાએ જણાવેલ કે લાપસી ના આંધણ મૂકો હવે સિહોરના જીવાદોરી સમાન પાણીના પ્રશ્નમાં રાહત થશે અને આ અંગે સિહોર મામલતદાર શ્રી દરબાર ચીફ ઓફિસર મારકણા તેમજ પાલિકાના એન્જિનિયર નીતિન પંડ્યા, રસીલાબેન આહીર, પાર્થ રાજ્યગુરુ તેમજ ખાસ દેહૂર ભાઈ મેર તેમજ નાની બાળા ઝાંખી બેન પ્રજાપતિ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલ
આ સાથે સમગ્ર પાલિકાનો સ્ટાફ ,ભાજપ ના આગેવાનો ઉમેશ મકવાણા,આશિષ પરમાર,નિલેશ જાની,અલ્પેશ ત્રિવેદી,દીપક લકુમ,અશ્વિન બુઢનપરા,સહિત ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર શ્રી દરબાર સાહેબ દ્વારા આનંદ ખુશી ને લઈ હર્ષ સાથે જણાવેલ કે વરસાદ ના પાણી ને લઈ તળાવ ઓવરફ્લો થયો ખુશી સાથે ટકોર કરી હતીકે કોઈ નીચાણવાળા વિસ્તારો માં સ્થળાંતર કરવું જરૂરી છે પાણીના પુર માં પસાર થવું નહિ તેમજ વાહનચાલકો કે રાહદારીઓ ને ટકોર કરી હતી આ બાબત નવા નીર ને વધામણાં કરવાની મને અમૂલ્ય લાભ મળ્યો તે બદલ તંત્ર, નગરજનો, પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો