Connect with us

Gujarat

Gujarat Election Dates: ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર, બે તબક્કામાં થશે મતદાન; પરિણામ 8મી ડિસેમ્બરે આવશે

Published

on

gujarat-election-dates-gujarat-election-dates-announced-voting-will-be-in-two-phases-the-result-will-come-on-8th-december

છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહેલ એવા લોકશાહીના પર્વની ઉજવણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આજરોજ દિલ્હી ખાતેથી ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજી આજે 12 વાગ્યે સમગ્ર માહિતી આપવામાં આવી હતી. ઇલેકશન કમિશ્નરના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યુ કે, 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 27 હજારથી વધુ સર્વિસ મતદાતા, 1274 મતદાન મથકો પર મહિલાઓ તૈનાત રહેશે. મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

ત્યારે આજરોજ ચૂંટણીપંચે મતદાનની તારીખો સાથે આખી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બે તબક્કામાં યોજાનાર છે. જેમાં ઉમેદવારી નોંધવવા ઇચ્છતા ઉમેદવારોએ પ્રથમ ચરણ માટે 14 નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે જ્યારે બીજા ચરણ માટેના ઉમેદવારોએ 17 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાના રહેશે.
આ સાથે જ પ્રથમ ચરણના ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેચવાની તારીખ 17 નવેમ્બર છે જ્યારે બીજા ચરણના ઉમેદવારો માટે 21 નવેમ્બર છે.

ફેસ-1નું 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે જ્યારે ફેસ-2નું 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ સાથે જ બંને તબબકના મતદાન ગણતર એક સાથે 8 ડિસેમ્બરના રોજ યોજાશે.
ઉલ્લેખનીય છે છે હિમાચલ પ્રદેશ વિધાસભા ચૂંટણીની મત ગણતરી પણ 8 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થતાંની સાથે જ આચાર સહિતા પણ લાગુ થઈ ચૂકી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!