Connect with us

Gujarat

ગુજરાત બોર્ડ : ધો.10નું પરિણામ ગુરૂવારે જાહેર થશે

Published

on

Gujarat Board: The result of class 10 will be announced on Thursday

બરફવાળા

તા.25ના સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપરાંત વોટસએપ મારફત પણ પરિણામ મેળવી શકાશે

ધો.10ની પરીક્ષાનું પરિણામ તા.25 મે ને ગુરૂવારે જાહેર કરવામાં આવશે. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તા.25 મેના સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પરથી આ પરિણામ જોવા મળી શકશે. રાજયમાં પરિક્ષાના પરિણામોની મોસમમાં ધો.12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે ધો.12ની સામાન્ય પ્રવાહ અને ધો.10નું પરિણામની રાહ હતી. જેમાં હવે તા.25ના સવારે 8 વાગ્યે આ પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે.

Gujarat Board: The result of class 10 will be announced on Thursday

આ ઉપરાંત વોટસએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે અને ત્યારબાદ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવશે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી અરજી ઓનલાઈન કરવાનું રહેશે. પુરક પરીક્ષાના આવેદન પણ ઓનલાઈન ભરવાના રહેશે જયારે માર્કશીટ બે કે ત્રણ દિવસમાં મળી જશે. આ વર્ષે ધો.10માં 9.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો છે. પુરક પરીક્ષાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી અપાશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!