Connect with us

Bhavnagar

GST ચોરીનો મામલો : ભાવનગર સહિત ગુજરાતભરમાં 150 સ્થળોએ દરોડા ; 74ની અટકાયત

Published

on

download
  • ઈન્કમટેક્સ બાદ સુરક્ષા એજન્સીઓ અને જીએસટીના સંયુક્ત ઓપરેશનથી ખળભળાટ
  • ઓન ધ સ્પોટ મિલન કુવાડિયા રાત્રીના 9/06 કલાકે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ટિકિટ મેળવી ચૂકેલા ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત બની ગયા છે બરાબર ત્યારે જ ટેક્સ વિભાગે એક્ટિવ થઈ જઈને કરચોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે ઈન્કમટેક્સ વિભાગે કચ્છ સહિતના જિલ્લાઓમાં દરોડા પાડ્યા બાદ આજે જીએસટી વિભાગે રાજકોટ સહિત ગુજરાતના 13 જિલ્લાઓમાં 150 સ્થળોએ એટીએસને સાથે રાખી 150થી વધુ સ્થળોએ સાગમટે દરોડાનો દોર શરૂ કરતાં કરચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને એટીએસ-જીએસટી વિભાગ-ક્રાઈમ બ્રાન્ચ સહિતની મહત્ત્વની એજન્સીઓએ 74થી વધુની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીની તપાસ બાદ એવી શક્યતાઓ પણ વ્યક્ત થવા લાગી છે

ભાવનગર સહિત રાજકોટ, અમદાવાદ, જામનગર, સુરત, સહિત 13 જિલ્લાઓમાં એકસામટી કાર્યવાહી: વેપાર-ઉદ્યોગકારોના કરચોરોમાં સોપો

અત્યારે દરોડાનો દોર ચાલી રહ્યો હોવાથી કેટલી કરચોરી પકડાઈ તે સહિતની વિગતો મોડેથી જાહેર કરવામાં આવશે પરંતુ આ આંકડો મોટી સંખ્યામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અટકાયત થયેલા 74 લોકોની અત્યારે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ સઘન પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે શું આ કરચોરો કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ ? અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જીએસટી ચોરીનું કૌભાંડ વધી રહ્યું હોવાથી તેને ડામી દેવા માટે વિભાગ દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કરચોરી કરીને તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિમાં કરવામાં આવી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી હોવાથી હવે એટીએસે પણ તેમાં ઝંપલાવ્યું છે.

વહેલી સવારથી જ દરોડા કાર્યવાહી શરૂ : ભાવનગરમાંથી સૌથી વધુ કરચોરી થયાની સેવાઈ રહેલી શક્યતા

સાંજ સુધી આ દરોડાનો દોર ચાલનાર હોવાથી મોટાપાયે આ મામલે ધડાકા-ભડાકા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. દરમિયાન રાજકોટની વાત કરવામાં આવે તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે છ લોકોની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જો કે આ લોકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આવી જ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એટીએસની સાથે રહી 74થી વધુ લોકોની અટકાયત કરી છે જેમની અત્યારે સઘન પૂછપરછ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે ટેક્સ ચોરીના નાણાં પ્રતિબંધિત આતંકી સંગઠન પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા)માં મોકલવામાં આવ્યા હોઈ શકે છે એટલા માટે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ મામલે હજુ અનેક નવા ધડાકા-ભડાકા થવાના ભણકારા પણ વાગી રહ્યા છે.

શા માટે એટીએસ-ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસમાં ઝંપલાવ્યું.?

Advertisement

એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્ત્વની સુરક્ષા એજન્સીઓએ જીએસટીની ચોરી અંગેના દરોડામાં ઝંપલાવ્યા બાદ આ બન્ને એજન્સી શા માટે દરોડા કાર્યવાહીમાં જોડાઈ હશે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા હતા ત્યારે અંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે ટેક્સચોરીના પૈસા ટેરર ફન્ડીંગ માટે આપવામાં આવતાં હોવાની વાત બહાર આવતાં સુરક્ષા એજન્સીઓ પણ તેમાં જોડાઈ છે અને અટકાયતમાં લીધેલા ટેક્સ ચોરોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!