Sihor
સરકારની આબરૂના ધજાગરા : સ્વચ્છતા અભિયાનના લિરા ઉડયા – સિહોરના અનેક જગ્યાઓ પર ગટરના પાણીની રેલમછેલ

દેવરાજ
यहाँ तहबीज बिकता है यहां फरमान बिकता है
जरा तुम दाम तो बोलो यहां ईमान बिकता है
ગટર વિભાગ કામ કરવામાં સરાજાહેર નાપાસ, આ વિભાગ સરકાર અને તંત્ર બન્નેની ભરબજારે નિલામી કરે છે, સાંજ પડે હજારો લોકોને ગટરના પાણીઓમાંથી પસાર થવાનું આ તે કેવી કમનસીબી, ચારે બાજુ નર્ગાકાર જેવી સ્થિતિ
સિહોર નહિ સમગ્ર રાજ્યને સ્વચ્છ બનાવવા માટે સરકારનો એક સુંદર અભિગમ રહ્યો છે પરંતુ સિહોરની સ્થિતિ એવી છે સાંજ પડે હજારો લોકોને ગટરના પાણી માંથી પસાર થઈને દિવસ પૂરો કરવો પડે છે. નગરપાલિકાનું ગટર વિભાગ હાથ પર હાથ રાખી તમાશો જોઈ સરકાર અને તંત્રની ભર બજારે નિલામી કરી રહ્યું છે.
આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં લોકો ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે નગરપાલિકામાં બેઠેલા વહીવટી શાસનના લોકો તેમજ સેનિટેશન માં ગટર વિભાગ સંભાળી રહેલા અને નિંદ્રામાં સૂતેલા વહીવટદારો શું કરી રહ્યા છે કે ગટરના પાણીથી બાનમાં લીધું છે. ગટર વિભાગના સુપરવાઇઝરો કઈ રીતે વહીવટ અને કામગીરી કરી રહ્યા છે તે સવાલ મોટો છે.અનેક વિસ્તારોમાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામો કરી ગયા છે ગટરના પાણીમાં લીલો જામી ગઈ છે ત્યાં સુધી ગટરના પાણી બંધ કરવામાં આવતી નથી.
શહેરના બ્રહ્મકુંડ, બરફવાળું નેહરુ, ભરવાડપા, વખારવાળો ચોક, કાંગસિયા વિસ્તાર, લીલાપીર વિસ્તાર, ગળીયારા વિસ્તાર, દેદાજીનો કુવો, કંસારા બજાર, કુંવરબાઈનું નેહરુ, સુખનાથ સહિત આટલા વિસ્તારોમાં આજના દિવસે ગટરના પાણી વહેતા થયા હતા. તંત્રને અહીં કેવું પડે કે શરમ કરો, શરમ કરો, તમારા પાપે હજારો લોકોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે કાન ખોલી સાંભળજો આ મોટી કમનસીબી છે, અને તમે કામ કરવાના વહીવટમાં નિષ્ફળ ગયા છો તે વાત જગ જાહેર છે