Bhavnagar
ભાવનગર ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી કરાયો સસ્પેન્ડ ; પ્રાથમિક શિક્ષણાધિકારીનો આદેશ

બરફવાળા
ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી કરાયો સસ્પેન્ડ, ઘનશ્યામ લાંધવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો સસ્પેન્ડ, પૈસાની લેતી-દેતી મામલે ઘનશ્યામની સામે થઈ છે ફરિયાદ
ભાવનગર ડમીકાંડ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાની ગંભીરતાને ધ્યાને વધુ એક શિક્ષક ઘનશ્યામ લાંધવાને સસ્પેન્ડ કરી દીધો છે. ભાવનગર ડમીકાંડ મામલે જેના પર આક્ષેપોના છાંટા ઉડી રહ્યા છે તેવા શિક્ષક સામે શિક્ષણ તંત્ર પણ આકરા પાણીએ થયું છે. ‘બેદરકારી, ગેરરીતિ નહિ ચલાવી લેવાઇ’ની માફક જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાની ગંભીરતાને ધ્યાને લઈએ શિક્ષક ઘનશ્યામ લાંધવાને ઘર ભેગો કરી દીધો છે. ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરાતા કશૂરવારોમાં ફફડાટ ફેલાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષક ઘનશ્યામ મહાશંકર લાધવા ઉર્ફે જોષીને હાલ પૂરતો ફરજ મોકૂફ કર્યો છે. નોંધનિય છે કે પૈસાની લેતી-દેતી મામલે ઘનશ્યામની સામે પોલીસ ફરિયાફ નોંધાઇ છે. જે હાલ તળાજાના બાપડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેને ઘરે બેસાડી દીધો છે.નોંધનીય છે કે આ આગાઉ ડમી કાંડ મામલે ભાવનગરમાં શિક્ષણ વિભાગે આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી સસ્પેન્ડ કર્યો હતો. સરતાનપર પ્રાથમિક શાળામાં શરદ પનોદ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તેમજ પ્રકાશ ઉર્ફે પી.કે.દવેને BRC કો-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કરાયો છે. ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ DEO કિશોર મૈયાણીએ કાર્યવાહી કરાઈ હતી.