Connect with us

Sihor

પરીક્ષા કેન્દ્રોના ગેટ હાઈ રીઝોલ્યુશન કેમેરાથી સજ્જ : ઉમેદવારોના ચહેરા કેપ્ચર કરાયા

Published

on

Gates of examination centers equipped with high resolution cameras: Faces of candidates are captured

બરફવાળા

રવિવારએ તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા: ગેરરીતિ ડામવા ખાસ પ્રબંધો: સવારે કેન્દ્રો પર રિહર્સલ ; ભાવનગર જિલ્લામાં 878 કેન્દ્રોમાં 26 હજાર ઉમેદવારો કસોટી અપાવ્યા, દરેક રૂટ પર પોલીસ અને વિડીયોગ્રાફર સાથે પ્રશ્નપત્રો રવાના કરાવ્યા; તમામ કેન્દ્રો પર પાંચ-પાંચ સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત, પરીક્ષા પૂર્ણ થયા બાદ વર્ગખંડોના CCTV રેકોર્ડીગનું નિરીક્ષણ કરાયો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા.7ને રવિવારે લેવાનારી તલાટીક્રમ મંત્રીની પરીક્ષા ભાવનગર જિલ્લામાં સુચારૂરૂપથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હતી. તલાટીક્રમ મંત્રીની 3439 જગ્યાઓ માટે લેવાનારી આ પરીક્ષામાં ગેરરીતીની કોઈ ઘટના ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ હતી. ભાવનગર જિલ્લામાં 92 કેન્દ્રો અને 878 જેટલા વર્ગખંડોમાં લેવાનારી આ પરીક્ષામાં 26340 ઉમેદવારો બેસનાર છે.

Gates of examination centers equipped with high resolution cameras: Faces of candidates are captured

દરેક કેન્દ્રના મુખ્ય ગેટ પર હાઈ રિજોલ્યુશન કેમેરા મૂકવામાં આવેલ હતી. જેમાં ઉમેદવારોનો ચહેરો કેપ્ચર કરવામાં આવશે આ ઉપરાંત દરેક કેન્દ્ર પર પાંચ-પાંચ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલ હતી.પરીક્ષા કેન્દ્ર વિસ્તારમાં 144મી કલમ લાગુ કરવામાં આવી હતી. રવિવાર એ લેવાનારી તલાટીક્રમ મંત્રીની આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અડચણના રહે તેની પૂર્વ તૈયારી રૂપે શનિવાર એ સવારે પરીક્ષા કેન્દ્રો પર રીહર્ષલ તેમજ પરીક્ષામાં ડ્યુટી કરનાર સ્ટાફને તાલીમ આપી દેવામાં આવી હતી. પરીક્ષાના પેપરોની સુરક્ષા માટે દરેક રૂટમાં પોલીસ અને વિડિયોગ્રાફર સાથે સાહિત્ય રવાના કરવામાં આવ્યા. દરેક કેન્દ્ર પર પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાશે આ સાથે વિજપુરવઠો સતત જળવાઈ રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ નો થાય તે માટે તમામ વર્ગખંડો સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયે તમામ સી.સી.ટી.વી. રેકોર્ડીંગનું નિરીક્ષણ કરવામાં આવ્યા.આ ઉપરાંત દરેક કેન્દ્રના મુખ્ય ગેટ પર હાઇ રિજોલ્યુશન કેમેરા મૂકવામાં આવેલ હતી, જેમાં ઉમેદવારનો ચહેરો કેપ્ચર કરવામાં આવ્યા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!