Connect with us

Bhavnagar

ભાવનગર રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત ; ઇક્કો કારની ગુલાંટમાં 1નું મોત 3ને ઇજા

Published

on

Gambakhwar accident on Bhavnagar Rajkot highway; 1 killed, 3 injured in Ikko car crash

દેવરાજ

નારી ગામ પાસે માતાજીના દર્શન કરી પરત ફરતી વેળાએ રંઘોળા પાસે ઇક્કો કારનું ટાયર ફાટ્યું અને દુર્ઘટના સર્જાઈ, રાજકોટના કારડીયા રાજપૂત પરિવારને અકસ્માત નડ્યો હોવાની વિગતો પ્રાથમિક વિગતો, ઇજાગ્રસ્તોને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા

ભાવનગર રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, બનાવમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે રાત્રીના 8/55 કલાકે અમારા સહયોગી દેવરાજ બુધેલીયા સિહોરના સરકારી હોસ્પિટલ ખાતેથી ટેલીફોનીક વિગતો આપતા જણાવ્યું હતું કે ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલ રંઘોળા ગામ પાસે એક ઇક્કો કારનું ટાયર ફાટતા ઇક્કો કાર ગુલાંટ મારી ગઈ હતી.

Gambakhwar accident on Bhavnagar Rajkot highway; 1 killed, 3 injured in Ikko car crash

ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા થવા પામી છે જેઓને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્ત લોકોને ભાવનગર રીફર કરાયા હતા.

Gambakhwar accident on Bhavnagar Rajkot highway; 1 killed, 3 injured in Ikko car crash

રાજકોટના કારડીયા રાજપૂત પરિવારને અકસ્માત નડ્યો હોવાની વિગતો જાણવા મળી છે, બનાવને લઈ સિહોરના સ્થાનિક કારડીયા રાજપૂત સમાજના આગેવાન હરદેવસિંહ વાળા, હેમરાજસિંહ વાળા, નરેન્દ્રસિંહ વાળા, લખુંજી નકુમ, અમિતસિંહ ડાભી, વિક્રમસિંહ સોલંકી સહિતના હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, ઉલ્લેખનીય છે કે કારડીયા રાજપૂત પરિવાર નારી ગામ પાસે આવેલ માતાજી મંદિર ખાતે દર્શન કરી પરત ફરતી વેળાએ દુર્ઘટના સર્જાય હોવાનું જાણવા મળ્યું છે

Advertisement
error: Content is protected !!