Bhavnagar
મહિલા ડોક્ટર સાથે થઈ લાખોની છેતરપિંડી, પંજાબ પોલીસની તપાસ ભાવનગર સુધી પહોંચી

પવાર
પંજાબ પોલીસના ભાવનગરમાં આજ સવારથી ધામાં, ત્રણની અટકાયત કરી
ભાવનગરમાં આજે વહેલી સવારથી પંજાબ પોલીસે ધામા નાખ્યા છે. પંજાબમાં મોહાલી સાયબર ક્રાઈમમાં નોંધાલી સાયબર ક્રાઈમની ફરિયાદની તપાસમાં પંજાબ પોલીસ ભાવનગર આવી હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાંથી પંજાબ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. આ ત્રણ લોકોની ધરપકડ લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં કરવામાં આવી છે. હાલ આ ત્રણ આરોપી અંગે ભાવનગર પોલીસને જાણ કરીને કોર્ટના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ લઈને પંજાબ જવા માટે પંજાબ પોલીસ રવાના થઈ છે. પંજાબ પોલીસ શા માટે ભાવનગર આવી છે અને કેમ ત્રણ આરોપી પકડ્યા છે તે અંગે પંજાબથી આવેલા પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પ્રાપ્ત વિગત અનુસાર, ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડી સહિતની કલમના કેસમાં પંજાબ પોલીસના તાર ગુજરાત સુધી આવ્યા છે.
આજે સવારથી પંજાબ પોલીસની એક ટીમ સુરતમાં અને એક ટીમ ભાવનગરમાં ત્રાટકી હતી. ભાવનગરમાંથી પંજાબ પોલીસે ભોજુ જયદીપ અને રવિને ઝડપી પાડ્યા હતા. આ ત્રણ પૈકી એકનગ્રામ પંચાયતનો સભ્ય હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીની ધરપકડ કર્યા બાદ ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2021માં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે તેવું સૂત્રો જણાવે છે