Connect with us

Sihor

ક્રિકેટ મેચ પર જુગાર રમતા સિહોરના ચાર શખ્સો ઝડપાયા ; એક ફરાર : 25500નો મુદ્દામાલ કબ્જે

Published

on

Four men from Sehore caught gambling on cricket matches; One Absconder : 25500 seized in issue

પવાર

પોલીસને બાતમી મળી કે પ્રગટેશ્વર રોડ મોચી શેરી પાસે જયેશ ઉર્ફે બાલી, જાહેરમાં અન્ય માણસો મારફત જુગાર રમાડે છે – જયેશ સહિત મેહુલ બારૈયા, સીરાજ ઉર્ફે બબલુ, અને અબ્બાસ ખંભાતી પણ પોલીસની હિરાસતમાં, સમીર સૈયદ ફરાર

સિહોર શહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતા ચાર શખ્સો પોલીસના હાથે ઝડપાયા છે શહેરના પ્રગટેશ્વર રોડ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમતાં ચાર શખ્સોને સ્થાનિક પોલીસે આંતરી લઇ રૂ. 25500 મતા કબ્જે કરી તમામની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સિહોર પોલીસને બાતમી મળી કે શહેરના પ્રગટેશ્વર રોડ મોચી બજારમાં રહેતો જયેશ ઉર્ફે બાલી જાહેર સ્થળે હાલમાં ચાલતી ઓસ્ટ્રેલિયા વુમન અને ઇન્ડિયા વુમન વચ્ચે ચાલતી ક્રિકેટ મેચમાં પોતે મોબાઈલ ફોન દ્વારા અન્ય માણસો મારફત ક્રિકેટનો જુગાર રમાડતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. જેમાં જયેશ સહિત મેહુલ બારૈયા, સીરાજ ઉર્ફે બબલુ, અને અબ્બાસ ખંભાતી પણ પોલીસે રનફેરનો સટ્ટો લઇ હાર-જીત કરતા રંગે હાથ પકડી પાડયા હતાં. પોલીસે ચારેય શખ્સોના કબ્જામાંથી મોબાઈલ સહિત 25500નો મુદ્દામાલ કબ્જે કર્યા હતાં. તમામ શખ્સોની ધરપકડ કરી પોલીસે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય એક ફરાર થયેલા સમીર સૈયદને શોધી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે

Continue Reading
Advertisement
error: Content is protected !!