Connect with us

Sihor

સિહોરના અગિયાળી ગામેથી ચાર ફૂટ લાંબો અજગર મળી આવ્યો ; અજય બાંભળિયાએ ઝડપી જંગલમાં છોડી દીધો

Published

on

a-four-feet-long-python-was-found-in-agiali-village-of-sihore-ajay-bambhaliya-left-the-quick-in-the-jungle

દેવરાજ

સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સિહોરના અગિયાળી ગામે ખેતરમાં ચાર ફૂટ લાંબો અજગર દેખા દેતા જીવદયા પ્રેમી યુવક અને સ્થાનિક લોકોએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.A four feet long python was found in Agiali village of Sihore; Ajay Bambhaliya left the quick in the jungle

પકડતાની સાથે જ અજગર આકુળ-વ્યાકુળ થઈ જમીન ઉપર આળોટવા માંડ્યો હતો જીવદયા પ્રેમી યુવકોએ મહામેહનતે અજગરને પકડી લઈ કોથળામાં પુરી ને જંગલ તરફ છોડી દેવાયો હતો અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સિહોર પંથકમાં થોડા દિવસો થી મહાકાય અજગર દેખાતો હોઈ ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો અને ખેડૂતો એકલદોકલ જવાના બદલે કોઈને સાથે રાખીને ખેતરોમાં જવાનું પસંદ કરતા હતા.A four feet long python was found in Agiali village of Sihore; Ajay Bambhaliya left the quick in the jungle

ખેતરમાં ચોમાસાની ઋતુમાં ખેતરોમાં ગાય-ભેંસ, ઘેટાં-બકરી જેવા ઢોર-ઢાંખર ચરવા આવતા હોય સાથે ખેતરોના સીમાડા પણ ખેતમજૂરોથી ધમધમતા હોવાથી પશુપાલકો અને ખેતર માલિકોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે આજે અગિયાળી ગામે ચાર ફૂટ લાંબો અજગર જોવા મળતા જીવદયા પ્રેમી યુવક અજય બાંભણીયા દોડી જઈને અજગરને ઝડપી પાડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી વનવિભાગ તંત્રને જાણ કરી જંગલમાં છોડી દેવાયો હતો 4 ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Continue Reading
Advertisement
error: Content is protected !!