Bhavnagar
ભાવનગરમાં ડમી કાંડ પ્રકારણની તપાસના પગલે સરકારી કચેરીઓમાં ચર્ચાનો દૌર જામ્યો

બરફવાળા
ડમી કાંડમાં સંડોવાયેલા કેટલાક કર્મચારીઓમાં ફફડાટ ; કેટલાક સરકારી કર્મચારીઓ ડમી કાંડમાં ઝડપાયા, હજુ કંઈ કચેરીના કેટલા કર્મચારી પકડાશે ? તેને લઈ ચર્ચાનો માહોલ
ભાવનગર જિલ્લામાં ડમી કાંડ પ્રકારણની તપાસના પગલે સરકારી કચેરીઓમાં ચર્ચાનો દૌર જામ્યો છે. ડમી કાંડમાં સંડોવાયેલા કેટલાક કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક સરકારી કર્મચારીઓ ડમી કાંડમાં ઝડપાયા છે, હજુ કંઈ સરકારી કચેરીના કેટલા કર્મચારી પકડાશે ? તેને લઈ કર્મચારીઓમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. ખોટુ કરીને પણ સરકારી નોકરી મેળવવા માટે લોકો તલપાપડ હોય છે પરંતુ જયારે હકીકત બહાર આવે છે અને કાર્યવાહી થાય છે ત્યારે આવા લોકોની મૂશ્કેલી વધતી હોય છે, આવુ જ હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યુ છે. ભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક શખ્સોએ ખોટુ કરીને સરકારી નોકરી મેળવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કેટલાક સરકારી કર્મચારીઓની ધરપકડ પણ કરી છે અને હજુ કેટલાક કર્મચારીઓની ધરપકડ થાય તેવી શકયતા છે. ડમી કાંડ પ્રકરણ બહાર આવતા સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
ડમી કાંડમાં સંડોવાયેલા કેટલાક સરકારી કર્મચારીઓમાં ફફડાટ પણ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ડમી કાંડમાં હજુ કંઈ કચેરીના અને કયાં કર્મચારીઓના નામ બહાર આવશે ? તેને લઈ કર્મચારીઓ ગપસપ કરી રહ્યા હોવાનુ કહેવાય છે. ડમી કાંડને લઈ વિવિધ વિભાગોમાં ચર્ચાનો માહોલ છે. ડમી કાંડની તપાસ શરૂ રહેશે ત્યાં સુધી ચર્ચાનો માહોલ ગરમ રહેશે તેમ જણાય રહ્યુ છે. ડમી કાંડમાં હજુ કેટલાક કર્મચારીઓને રેલો આવે છે ? તેની રાહ જોવી જ રહી.