Bhavnagar
પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ફાયરિંગ : 2 જવાનના મોત : અન્ય બે જવાનો ઘાયલ
ઓન ધ સ્પોટ બરફવાળા
રાત્રીના ૯/૩૦ કલાકે
- બંને ઈજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા : પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા : પોરબંદરમાં આવેલી નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઘટના બની
પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ઝઘડો થયો હતો.ઝઘડામાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. જેમા 2 જવાનોના મોત થયા. જ્યારે અન્ય 2 જવાનો ઘાયલ છે બંને ઈજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા જવાનો મણિપુરમની બટાલિયન છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફાયરિંગની મોટી ઘટના સામે આવી છે. આ ચૂંટણી દરમિયાન તંત્ર દ્વારા મોટાભાગની બેઠકોને ધ્યાને રાખી કોઈ મોટી ઘટના ન સર્જાય તે માટે સંપૂર્ણ ચૂંટણી બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે પોરબંદરમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ફાયરિંગ થવાની ઘટના બનતા ચકચાર મચી છે.
આ ઘટનામાં બે જવાનોના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટના પોરબંદરમાં આવેલી નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં બની હતી. હાલ બે ઈજાગ્રસ્ત જવાનોને ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદરમાં આઈઆરબી જવાનોને ચૂંટણી બંદોબસ્તનું કામ સોંપાયું હતું. જોકે આ જવાનો વચ્ચે કોઈક બાબતે અંદરો અંદર ફાયરિંગ કરવાયું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે જવાનોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ જવાનો અહીં આવેલા નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં હતા ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા ફાયરિંગની ઘટના બની હતી.આ ઘટનામાં બે જવાનોના મોત થાયાના અહેવાલ છે, તો એક જવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય 2 ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દરમિયાન આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.