Connect with us

Bhavnagar

ભાવનગર ખાતે સખી મંડળો દ્વારા નવરાત્રીને લગતી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણનો પ્રારંભ

Published

on

Exhibition and sale of items related to Navratri started by Sakhi Mandals at Bhavnagar

ગુજરાત લાઈવલીહુડ કંપની અંતર્ગતના એન. આર.એલ. એમ. યોજના અંતર્ગત ભાવનગર ખાતે કરોમા સેન્ટરની બાજુમાં આજથી ૭ દિવસ માટે નવરાત્રીને લગતી ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણની શરૂઆત કરવામાં આવી છે.

આજે સવારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના ઇન્ચાર્જ નિયામકશ્રી જે. આર. સોલંકી હસ્તે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મેળો તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે.

આ માટે વાઘાવાડી રોડ પર કરોમા સેન્ટરની બાજુમાં ૭ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં ચણિયાચોળી, ઇમિટેશન જ્વેલરી, કૃતિ, તેમજ ડેકોરેટીવ આઈટમ જેવી નવરાત્રીને અનુરૂપ ચીજવસ્તુઓનું આજથી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

નિયમકશ્રીએ આ મેળાની વ્યક્તિગત મુલાકાત લઇને મહિલાઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, આ ચીજવસ્તુઓ કંપનીઓ કરતાં પણ ખૂબ જ સારી ગુનાવત્તાની વિવિધતાભરી ડિઝાઇનમાં મળે છે. આ ઉપરાંત તેમાં અનેક પ્રકારની વેરાઇટી પણ અહીં ઉપલબ્ધ છે.

મહિલાઓ તેમજ આ આગવી આવડતના આધારે આ ચીજવસ્તુઓ બનાવી રહી છે. તેથી વધારેમાં વધારે લોકો અહીંથી ખરીદી કરીને તેમની મહેનતને બિરદાવે તે જરૂરી છે. ભાવેણાવાસીઓ તેમની પાસેના ઉત્પાદનો ખરીદીને મહિલા શસક્તિકરણ માટે પણ નોંધપાત્ર યોગદાન આપી શકે છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!