Connect with us

Sihor

સિહોરીમાતા મંદિરના પગથિયા પાસે દિપડો પૂરા પરિવાર સાથે દેખાતા લોકોમાં ભયનો માહોલ

Published

on

eopard-appeared-with-its-entire-family-near-the-steps-of-the-sihorimata-temple

દેવરાજ

  • એક પછી એક દીપડો બે બચ્ચા સિહોરીમાતાના પગથિયાં પાસે દેખાયા, સીસીટીવીમાં કેદ, ફોરેસ્ટના જે વી વ્યાસ અને ટિમ સ્થળે પોહચી, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધર્યું

સિહોર શહેરમાં ફરી એકવાર દીપડો પરિવાર સાથે દેખાવા લાગતા ફફડાટ ફેલાયો છે. દીપડો અને બે બચ્ચા સિહોરી માતા મંદિરના પગથિયાં આસપાસ દેખાયા છે જેના કારણે લોકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે છેલ્લા કેટલાક દિવસો થી અલગ અલગ ડુંગરોમાં દીપડાએ દેખા દીધા છે સિહોરની આસ્થાનું પ્રતીક એવા સિહોરીમાતા ના ડુંગર પર ફરી એક વખત દીપડા નો પરિવાર જોવા મળતા આજુબાજુ વસવાટ કરતા માલધારીઓ રહીશો તથા ડુંગરની ગોદમાં વસતા નગરજનો ભયભીત બની ગયા છે.

eopard-appeared-with-its-entire-family-near-the-steps-of-the-sihorimata-temple

 

જોકે ફોરેસ્ટના જે વી વ્યાસ અને ટિમ સ્થળે પોહચી, ફોરેસ્ટ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધર્યું છે આમ તો રાણી પશુઓનો સિહોર સાથે જૂનો નાતો છે કારણ કે સિહોર પહેલા સિંહપુર તરીકે વિકસતા શહેરમાં ઘણા સમયથી દીપડાએ મારણ કરવા સાથે અલગ અલગ જગ્યાએ દેખા દીધા છે ત્યારે વનવિભાગ દ્વારા સિહોર નજીક આ દીપડા ને પકડવા પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે

eopard-appeared-with-its-entire-family-near-the-steps-of-the-sihorimata-temple

પરતું આ ચપળ પશુ આજ દિન સુધી ઝડપાયું નથી ત્યારે ડુંગર નજીક વસવાટ કરતા લોકોએ તાબડતોબ આ દીપડાને પાંજરે પુરી યોગ્ય જગ્યાએ મોકલી આપવા માંગ ઉઠાવી છે ગઈ રાત્રીના આ ચપળ દીપડાનો પરિવાર સિહોરીમાતાના ડુંગર ના પગથિયાં ચડતા સી.સી ટી. વી.માં કેદ થયા છે જેમાં એક બે નહિ પરંતુ ત્રણ વન્યપ્રાણી દીપડો પરિવાર સાથે જોવા મળ્યો છે વનવિભાગ દ્વારા ગોઠવાયેલ પાંજરાના લોકેશન થી વિરુદ્ધ દિશામાં ટહેલતા આ પરિવારથી લોકો ભયભીત બન્યા છે અને દિપડાને ઝડપી પાડવાની માંગ કરી રહ્યા છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!