Connect with us

Bhavnagar

ચૂંટણીપર્વ રંગેચંગે સંપન્‍ન : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ૮મીએ ફેંસલો

Published

on

Election season full of color changes: Gujarat assembly elections will be decided on 8th

આજે બીજા તબક્કામાં ઉત્‍સાહ-ઉમંગના ઘોડાપુર : ઠેરઠેર લાઇનો : વડાપ્રધાન, ગૃહપ્રધાન, મુખ્‍યપ્રધાન, રાજયપાલ, પ્રધાનો સહિતના દિગ્‍ગજોનું મતદાન : વધુ મતદાન માટેના તમામ પક્ષોના પ્રયાસો : ગામડાઓ – શહેરોમાં વૃધ્‍ધોથી લઇને યુવાવર્ગમાં જોવા મળ્‍યો ઉત્‍સાહ : વિજયના દાવા – પ્રતિદાવા : હવે ગુરૂવારે સૌની મીટ

ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાયેલી ચૂંટણી રંગેચંગે સમાપ્‍ત થઇ છે. બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્વક રીતે સંપન્‍ન થતા ચૂંટણીપંચે નિરાંતનો દમ લીધો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫ ટકા જેટલુ ઓછુ મતદાન થયા બાદ આજે ૧૪ જીલ્લાની ૯૩ બેઠકો માટે યોજાયેલા મતદાનની ટકાવારી વધે એ માટે હાથ ધરાયેલા પ્રયાસોને સફળતા મળી હોય તેમ આજે શહેરો – ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઉત્‍સાહ – ઉમંગથી મતદાન થયુ છે. મતદાન માટે મોટા ભાગના બુથો પર લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. આજે સવારે વડાપ્રધાન મોદીએ રાણીપમાં તો મુખ્‍યમંત્રી પટેલે શીલ જ ખાતે મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી. ગૃહમંત્રી શાહે પણ અમદાવાદ ખાતે મતદાન કર્યુ હતુ. રાજયપાલ આનંદીબેન પટેલ ઉપરાંત મંત્રીમંડળના અનેક સભ્‍યોએ મતદાન કર્યુ હતું. આજના મતદાનમાં ૮૩૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયુ છે.

ગુરૂવારે મત ગણતરી હાથ ધરાશે. દરમ્‍યાન રાજયમાં કોની સરકાર રચાશે ? કોણ જીતશે ? કોણ હારશે ? બીજા તબક્કામાં 5 વાગ્યા સુધી 58.80 % ટકા જેટલુ મતદાન થયુ હતુ. 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 63.31 ટકા મતદાન થયુ હતુ. 89 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. 2017માં 93 બેઠકમાંથી 51 પર ભાજપના ઉમેદવારને જીત મળી હતી જ્યારે કોંગ્રેસે 39 બેઠક પર જીત મેળવી હતી. ત્રણ બેઠક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા જેમાંથી એક અપક્ષ જિગ્નેશ મેવાણી હવે કોંગ્રેસના ઉમેદવાર છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ, ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ, ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલુ, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠક મહત્વપૂર્ણ છે. આ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વાસ્થ્ય મંત્રી રિષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જૂન ચૌહાણ સહિત આઠ મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ થઇ ગયુ છે. ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વીરમગામથી હાર્દિક પટેલ, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી ચૂંટણી મેદાનમાં છે. આજે વિવિધ પક્ષોમાં પોતપોતાના વિજયના દાવા-પ્રતિદાવા રજુ કર્યા છે. આજે મતદાન દરમ્‍યાન વૃધ્‍ધોથી લઇને યુવાવર્ગમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

error: Content is protected !!