Sihor
ચૂંટણી પહેલા મોબાઈલ ટાવર આપો અન્યથા વોટ નહિ : સિહોરના ભાંખલમાં ચૂંટણી બહિષ્કાર
- મોબાઈલ નેટવર્ક અભાવે ગ્રામજનો પરેશાન, મોબાઈલમાં કવરેજ મેળવવા ફાફા મારતા ગ્રામજનો, 21 નહિ અહીં 17મી સદીમાં જીવે લોકો, લોકોએ કહ્યું પહેલા મોબાઈલ ટાવર પછી વોટ
સિહોર તાલુકાનું ભાંખલ ગામ હવે 17મી સદીમાં જીવે છે અહીં દરેક ગ્રામજનો પાસે મોબાઇલ પહોંચી ગયો છે.પરંતું મોબાઇલ હોય અને કવરેજ મળતું ન હોય તો મોબાઇલ શું કામનો ? આવી જ સમસ્યા સિહોર તાલુકાના ભાંખલ ગામના ગ્રામજનો એમાં પણ ખાસ તો ખેડૂતો ભોગવી રહયાં છે. જો ગામડું વિકસશે તો જ દેશ આર્થિકરીતે પ્રગતિ કરી શકશે.આખરે ક્યાં સુધી ગામડાના લોકોને અન્યાય કરાતો રહેશે ?આજના ઝડપી યુગમાં દરેક જગ્યાએ ઓનલાઇનથી કામનો આગ્રહ રખાતો હોય છે ત્યારે દુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવો પ્રશ્ન હલ કરવો જરૂરી છે. ખેડૂતો મોબાઇલ નેટવર્કના અભાવે કવરેજ માટે ફાંફા મારવા પડે છે ત્યારે મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટીને લઈ સિહોરના ભાંખલમાં ચૂંટણી બહિષ્કાર કરાયો છે દુનિયા 21મી સદી તરફ અગ્રેસર થઈ રહી છે
ત્યારે સિહોર તાલુકાનું ભાંખલ ગામના લોકો હજી પણ પોતાને 17મી સદીમાં હોવાનો અનુભવ કરી રહ્યા છે. આજના સમયમાં દુનિયા મોબાઈલ નેટવર્કથી કનેક્ટ થઈ આગળ વધી રહી છે ત્યારે ભાંખલ ગામે એક પણ મોબાઈલ નેટવર્ક કંપનીનું નેટવર્ક આવતું નથી એક સમય હતો જ્યારે મોબાઈલ યુગની શરૂઆત થઈ હતી.આ સમયે એકાદ કંપની જ માર્કેટમાં હતી.માટે નેટવર્ક માટે અગાસી, ઝાડ કે દૂર ડુંગરો પર જવું પડતું હતું. આવા દ્રશ્યો ભૂતકાળમાં નજરે પડ્યા હશે પરંતુ હવે આટલા વર્ષો પછી આવા દ્રશ્યો સર્જાય તો ડીઝીટલ યુગની કલ્પના ને ઝાંખપ લાગી ગણાય. સિહોરના ભાંખલ ગામે આજે પણ આવા દ્રશ્યો જોવા મળે છે એટલે કે આજના આધુનિક યુગમાં આપડે ગમે તેટલી ગતિશીલ અને ડિજિટલની વાતો કરીએ પરંતુ 17મી સદીનું વાસ્તવિક ચિત્ર નકારી શકાય તેમ નથી, ભલે ને બૂમ-બરાડાઓ પાડી પાડી વિકાસ અને સંવેદનશીલતાના નામે દેકારા પડકારો કરીએ પરંતું સત્ય આખરે સત્ય હોય છે કોઈ કંપનીનું નેટવર્ક નહિં આવતું ભાંખલ ગામ હજી 17મી સદીમાં જીવે છે તેવો આભાસ લોકોને થઈ રહ્યો છે.ત્યારે હાલ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે જેને લઈ ભારે ચકચાર મચી છે