Tech
આ સરળ સ્ટેપ ફોલો કરી મિનીટોમાં સરળતાથી બનાવી શકો છો તમારા નામની Ringtone
શું તમે પણ સ્માર્ટફોનમાં તમારા નામની રિંગટોન બનાવવા માંગો છો? તમે તમારા નામની રિંગટોન પણ ડાઉનલોડ કરી શકો છો. તે જ સમયે, રિંગટોન બનાવવાની ઘણી રીતો છે જેમ કે – ઓનલાઈન વેબસાઈટ, ઓફલાઈન ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર, એપ્લિકેશન વગેરે. અહીં અમે તમને સૌથી સરળ અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ કે તેના માટે કયાં સ્ટેપ ફોલો કરવા પડશે..
- સૌથી પહેલા તમારે D.M.R (ફ્રી ડાઉનલોડ મોબાઈલ રિંગટોન) https://freedownloadmobileringtones.com/ ની વેબસાઈટ પર જવું પડશે. આશા છે કે તમને અહીં તમારા નામની રિંગટોન મળશે.
- આ વેબસાઇટ પર, ‘સર્ચ રિંગટોન’નો વિકલ્પ દેખાશે, ત્યાં તમારું નામ દાખલ કરીને સર્ચ કરો.
- તમારા નામ સાથે રિંગટોનની લિસ્ટ ખુલશે, તમને ગમતી એક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો.
- જો આ વેબસાઈટ પર તમારા નામમાં રિંગટોન જોવા મળતું નથી, તો તમે તેને એપથી બનાવી શકો છો.
- પ્લે સ્ટોર પર જાઓ અને FDMR – Name Ringtones Maker App સર્ચ કરો.
- આ એપથી કોઈપણ સોન્ગ Musicની સાથે પોતાના નામની MP3 રિંગટોન ઓફલાઇન પણ બનાવી શકશો.
- એપ ઇન્સ્ટોલ કરો અને ઓપન કરો.
- આમાં તમને ઓડિયો કન્વર્ટર મળશે, આ એપ MP3, M4A, WAV, WMA, AAC વગેરે જેવા તમામ ફોર્મેટને સપોર્ટ કરશે.
- તેમાં તમારા નામનો ઓડિયો રેકોર્ડ કરો. તમે ગીતની ફાઇલ પણ ઉમેરી શકો છો.
- FDMR name ringtone સ્ટેપ પૂર્ણ થયા પછી, તમારા નામની રિંગટોન સેવ કરી લો. જો તમે ઇચ્છો, તો તમે તેને પહેલા વગાડીને પણ સાંભળી શકો છો.
- XGAME9Xની આ એપ સારી રેટિંગ ધરાવે છે અને તેને એપ્રિલ 2022માં અપડેટ કરવામાં આવી છે.
બીજી એક રીત
- તમેprokerala.com દ્વારા તમારા નામ પર રિંગટોન પણ બનાવી શકશો. હોમ પેજ પર ગયા પછી, તમે Ringtonesની કેટેગરી જોશો.
- તેના પર ક્લિક કરતાં જ Name Ringtone Maker જોવા મળશે. અહીં ફક્ત 3 સ્ટેપ છે, અને ખૂબ જ સરળ છે. તમારે તમારું નામ દાખલ કરવું પડશે, બસ કોઈ પણ રિંગટોનમાં સેટ કરીને ડાઉનલોડ કરો.