Bhavnagar
ભાવનગરમાં ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટ એટેક : બસ ત્રણ વાહનોને ઉલાળીને શો રૂમમાં ઘુસી ગઇ

પવાર
- વહેલી સવારે દેસાઇનગરમાં બસ બેકાબુ થતા લોકોમાં નાસ ભાગ: બસ ડ્રાઇવરનું મોત: બસ, વાહનો, શો રૂમને નુકસાન: સદ્ભાગ્યે મોટી જાન હાની ટળી: પોલીસ ઘટના સ્થળે દોડી
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે સુરતથી આવેલી લક્ઝરી બસના ડ્રાઈવરને એકાએક હૃદય રોગનો હુમલો આવતા બસ બે-ત્રણ વાહનોને લઈ હડફેટે લઈ બસ મારુતિ શોરૂમમાં ઘૂસી ગઈ હતી. વહેલી સવારે ટ્રાફિક નહીવત હોય મોટી જાનહાની ટળી છે પરંતુ ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ બનાવથી જાણ જ પોલીસ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે સુરત થી ભાવનગર આવતી અવધૂત ટ્રાવેલ્સની બસ શહેરના દેસાઈ નગર પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઇવરને એકાએક હૃદય રોગનો હુમલો આવતા કાબુ ગુમાવતા બસ દેસાઈ નગર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલા ત્રણ વાહનોને હડફેટે લઈ મારુતિ શોરૂમમાં ઘૂસી ગઈ હતી. વહેલી સવારે રોડ ઉપર નહીવત ટ્રાફિક હોય મોટી જાનહાની ટળી છે.
પરંતુ બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે શોરૂમમાં અને અન્ય વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું છે. બનાવવાની જાન થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે બનેલી એકાએક આ ઘટનાને પગલે બસમાં સવાર પ્રવાસીઓ ભયભીત થયા હતા અને બસમાં દેકારો મચ્યો હતો. સવારે આ રોડપર ટ્રાફિક નહીવત હોય આથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ વાહનો તથા બસને ખાસ્સું નુકશાન થયું હતું આ ઘટનામાં બસ ચાલકે ડ્રાઈવર સીટ પર જ દમ તોડ્યો હતો. ડ્રાઈવરને હ્દય રોગના તિવ્ર હુમલાને પગલે ડ્રાઈવરનુ સ્થળ પર જ મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડ્રાઈવરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ રાહદારીઓ – વાહન ચાલકોને તથા તત્કાળ મદદે દોડી આવ્યા હતા જેમાં ડી – ડીવીઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે વધુ વિગતો મેળવાય રહી છે.