Gujarat
રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રોપદી મૂર્મુ પ્રથમ વખત આવશે ગુજરાતના પ્રવાસે
દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અગાઉ પદનામિત રાષ્ટ્રપતિ તરીકે ૧૭ જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અને ત્યારબાદ ૨૧ જુલાઈના રોજ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ મૂર્મુ ફરી એક વખત ગુજરાતના મહેમાન બનવા જઇ રહ્યા છે. અગાઉ તેઓ ગુજરાતના જે સ્થળોએ નહોતા જઇ શકયા આ વખતે તેઓએ સ્થળોની મુલાકાત લે તેની સંભાવના છે. જેમાં પ્રથમ સ્થાને ગાંધીઆશ્રમની મુલાકાતનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ, આગામીતા.2 ઓક્ટોબરના રોજ દ્રૌપદી મૂર્મુ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. તેઓ રાજ ભવન ખાતે રોકાણ કરશે અને તારીખ 3જી ઓક્ટોબરે ગાંધીનગર નવા સિવિલ હોસ્પિટલના ખાતમૂર્હુતના કાર્યક્રમમાં હાજર આપે તેવી સંભાવનાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય સરકારી કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપે તેવી શક્યતા છે. જેમકે વિધિવત ટૂંક સમયમાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
જેને કારણે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટનગર ગાંધીનગરમાં વીવીઆઈપીઓની અવરજવર વધી જવાના કારણે વહીવટી તંત્ર ઉંધે માથે થયું છે. અત્રે નોંધવું જરૂરી છે કે, રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત મૂર્મુ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે નવરાત્રી મહોત્સવની મુલાકાત લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર કરશે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે ‘ગ્લોબલ ગરબો’ બન્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યુ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજ પરંપરાને આગળ ધપાવતા ગરબાના માધ્યમ દ્વારા આપણી આ સમાજની સાંસ્કૃતિક વિરાસતનું દુનિયાને દર્શન કરાવી રહ્યા છે. આજે દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં નવરાત્રી મહોત્સવ જોવા લોકો આવી રહ્યા છે.