Bhavnagar
ભાવનગરનાં 51-માં પોલીસવડા તરીકે ડો.હર્ષદ પટેલે ચાર્જ સંભાળી લીધો
બરફવાળા
- કાયદો-વ્યવસ્થા વધુ સુદ્રઢ-કાર્યદક્ષ થશે : આર્થીક-મહિલા સંબંધિત ગુના પર વધુ ધ્યાન અપાશે : S.P. હર્ષદ પટેલ
ગુજરાત રાજ્યમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે જેને ધ્યાનમાં રાખી રાજ્યમાં 70 જેટલા આઇ.પી.એસ. અધિકારીની સાગમટે બદલી કરી દેવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લાને પણ નવા એસ.પી ડો. હર્ષદ પટેલ મળ્યા છે જેને સોમવારે વિધીવત ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે નાના પોલીસ કર્મચારીથી લઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભાવનગરની પ્રજા સારી રીતે પોતાનું જીવન ધોરણ ગુજારી શકે તેવું જણાવ્યું હતું. ભાવનગરમાં 51માં જિલ્લા પોલીસ વડા તરીકે IPS ડો. હર્ષદ પટેલે ચાર્જ લીધો છે. નવા SP તરીકેનો ચાર્જ સંભાળતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ગઈકાલે ભાવનગરમાં ડો. હર્ષદ પટેલએ SP તરીકે ચાર્જ સંભાળતા આ પ્રસંગે જિલ્લાના તમામ પોલીસ ઈસ્પેક્ટર તેમના સ્વાગત માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવી પહોંચ્યા હતા. તમામ પોલીસ ઈન્સપેક્ટર્સે ડો. હર્ષદ પટેલનું પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. IPS ડો. હર્ષદ પટેલ SP તરીકેનો ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં જે વ્યવસ્થા ચાલી રહી છે, તે ખુબ સારી રીતે ચાલી રહી છે, આ વ્યવસ્થા વધુ સારી રીતે અને સુદ્રઢ ચાલે તે પ્રકારના પગલા ભરીશું. પોલીસની સાથે-સાથે નાગરિકોની પણ એટલી જ ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રહેલી છે, જે પ્રશ્ર્નો સીધા જ નાગરિકોને સ્પર્શે છે તેવા તમામ પ્રશ્ર્નોે ઊભા ન થાય અને ઊભા થાય તો સમય મર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં ભાવનગર પોલીસ કોન્સટેબલથી લઈને જઙ સુધી સદાય કાર્યરત રહેશે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોનો સહકાર અપેક્ષીત છે.