Gujarat
હોશિયારી રહેવા દયો… મોરબી પૂલ મુદ્દે સરકારને લબલબાવતી હાઇકોર્ટ
મિલન કુવાડિયા
- ટેન્ડર વગર અજંતા કંપનીને કેમ કોન્ટ્રાકટ આપી દીધો? : માત્ર દોઢ પેઇજમાં સમજૂતી કેવી રીતે કરી લીધી? : રાજ્ય સરકારની ઉદારતાથી આ કામ આપવામાં આવ્યું? : હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
મોરબી ઝુલતા પૂલ દુર્ઘટના પ્રકરણમાં હાઇકોર્ટે રાજ્ય સરકારની બરાબરની ઝાટકણી કાઢી છે અને ટેન્ડર વગર કેવી રીતે અજંતા કંપનીને કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો? તેવા પ્રશ્નો પૂછીને જવાબ આપવા આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે પુલનુ સમારકામનો ઠેકો આપવાની રીતની ટિકા કરી છે. જજ અરવિદ કુમારે સુનાવણી દરમિયાન રાજયના મુખ્ય સચિવને કહ્યુ કે સાર્વજનિક પુલનુ સમારકામનુ ટેન્ડર કેમ બહાર પાડવામાî આવ્યુ નહતુ? બોલી કેમ મંગાવવામા આવી નહતી? કોર્ટે કહ્યું આટલા મહત્વપૂર્ણ કામ માટે એક સમજૂતિ માત્ર દોઢ પેજમા કેવી રીતે પુરી થઇ ગઇ? શુ ટેન્ડર વગર અજંતા કંપનીને રાજયની ઉદારતા આપવામા આવી હતી? કોર્ટે ખુદ આ દૂર્ઘટના પર છ વિભાગો પાસે જવાબ માગ્યો હતો.
ચીફ જસ્ટિસ અરવિદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે મોરબી નગરપાલિકાઍ ઓરેવા ગ્રુપને ૧૫ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, જે અજંતા બ્રાડની ઘડિયાળ માટે જાણીતુ છે.૩૦ ઓક્ટોબરે ગુજરાતના મોરબીમા મચ્છુ નદી પર બ્રિટિશ શાસન યુગનો પૂલ તૂટવાની ઘટનામા ૧૩૦ લોકોથી વધારેના જીવ ગયા હતા. પોલીસે મોરબી પુલનુ મેનેજમેન્ટ કરનારા ઓરેવા ગ્રુપના ચાર લોકો સહિત નવ લોકોની ૩૧ ઓક્ટોબરે ધરપકડ કરી હતી. હાઇકોર્ટે સાત નવેમ્બરે કહ્યું હતુ કે તેને પુલ તૂટવાની ઘટના પર ઍક સમાચાર રિપોર્ટ પર ઍક જનહિત અરજીના રૂપમા કેસ દાખલ કર્યો છે