Connect with us

Bhavnagar

ભાવનગરમાં લાંચિયો તલાટી સસ્પેન્ડ થતાં ગામમાં દિવાળી જેવો માહોલ, ગ્રામજનોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ પણ વહેંચી

Published

on

Diwali-like atmosphere in the village after bribery suspended in Bhavnagar, villagers burst firecrackers and distributed sweets

પવાર

ભાવનગરમાં આવેલા બુધેલ ગામમાં ગઈકાલે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. જેની પાછળનું કારણ છે કે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના લાંચિયા તલાટી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોએ ફટાકટા ફોડીને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. લાંચિયા તલાટીએ લગ્ન નોંધણી માટે વકીલ પાસેથી ન્યાયાલયની બહાર જ રૂપિયા 4000ની માગણી કરીને રૂપિયા સ્વિકારતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ભાવનગરના બુધેલ ગ્રામ પંચાયતમાં કાયદેસર કામ કરવા માટે પણ ઘણા કર્મચારીઓ ખીસ્સુ ગરમ કરીને તોડ કરતા હોવાના આક્ષેપો છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા છે. ત્યારે બુધેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા પ્રક્ષા જોશીના લગ્ન આલપ ત્રિવેદી સાથે 6 નવેમ્બર 2022ના રોજ થયા હતા. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તલાટીએ આ પ્રકારની કાર્યવાહી ન કરવી હોય તો નાણાકિય વ્યવહારની વાત કરી હતી. ત્યાર બાદ ભાવનગર ન્યાયાલય બહાર રૂપિયા 4000 એડવોકેટ રાજેશ ભટ્ટ પાસેથી માગીને સ્વીકાર્યા હતા.

Diwali-like atmosphere in the village after bribery suspended in Bhavnagar, villagers burst firecrackers and distributed sweets

જે અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયા વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, 27 જાન્યુઆરી 2023થી લગ્ન નોંધણી થઈ છે. પરંતું લગ્ન નોંધણીની નિયત ફી લેવામાં આવી નથી. સાથે જ વીડિયામાં તલાટી મંત્રી લગ્ન નોંધણી માટે પૈસાની લેતીદેતીની વાતચીત કરીને પૈસા સ્વીકારી છે તેની FSL દ્વારા ખરાઈ કરવાની પણ સુચના આપવામાં આવી છે. તલાટી મંત્રી સત્તાનો દુરપયોગ કરી લગ્ન નોંધણી કરવા લાંચ સ્વીકરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાતા તપાસ દરમિયાન તલાટી મંત્રીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે. આર. સોંલકીએ 90 દિવસ માટે અને પછી મુદત વધારો કરવામાં આવે ત્યાં સુધી ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે. સાથે જ તલાટી મંત્રી જયેશને હેડક્વોર્ટર નહીં છોડવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. જે તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે અગાઉ પણ વિવાદમાં ફસાયા હતા. બુધેલ ગ્રામ પંચાયચમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. લોકો દ્વારા સતત કરવામાં આવતી રજુઆતોમાં થયેલી તપાસમાં 22 જેટલા અધિકારીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી 12 કર્મચારીઓને નોટિસ અને ચાર્જ શીટ પણ અપવામાં આવી છે.

તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવતા બુધેલ ગામનો એક સમુહ તેના સમર્થનમાં આવ્યો છે. જેમણે બુધેલ ગામના તલાટી મંત્રી વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ હોવાનું જણાવીને જિલ્લા વિકાર અધિકારીને આવેદન પાઠવ્યું છે. આવેદન પત્રમાં જણાવામાં આવ્યું છે કે, અમુક સ્થાનિક અસામાજીત તત્વો તલાટી મંત્રીને સરેન્ડર કરાવી કોઈ પણ રીતે વાંક ગુનામાં લેવા માટે ગ્રામ પંચાયતમાં અડીંગો જમાવી દેવા હેરાનગતી કરે છે. અમારા ગામમાં છેલ્લા 10 વર્ષમાં 13થી 15 જેટલા તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવી છે. આ પૈકી એક પણ તલાટી મંત્રી અમારા ગામના માથાભારે તત્વોના કારણે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી શક્યા નથી. જયેશ ડાબી એક માત્ર એવા તલાટી હતા કે, તેઓ છેલ્લા અઢાર મહિનાથી બુધેલ ગામમાં શાંતી પૂર્વક લોકો ઉપયોગી અને ગામના હીતમાં કામ કરતાં હતા. ખોટા વીડિયો અને છાપાના કટીંગના આધારે બુધેલ ગામના તલાટી મંત્રીને ફરજ મૌકુફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે તદ્દન ગેરવ્યાજબી અને ગેર બંધારણીય છે. તલાટી મંત્રી માથાભારે તત્વોના તાબે નહીં થતાં તેમણે આ તરકટ તેમને ફસાવવા ઊભુ કર્યું છે. તલાટી મંત્રીને ફરજ પર પરત લેવા ગ્રામજનો આવેદન પત્ર આપીએ છીએ.

Advertisement
error: Content is protected !!