Talaja
દેવેન્દ્ર ફડણવીસે તળાજામાં ભવ્ય સભાને સંબોધી : કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા
બરફવાળા
તળાજા,મહુવા અને ગારીયાધારના ઉમેદવારોના પ્રચારમાં સંબોધી ભવ્ય સભા : આપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો : આ ચૂંટણી ગુજરાત ની છે પણ નજર આખા દેશની આ ચૂંટણી પર છે : 2024 ની તૈયારી ના ભાગે પણ આ ચૂંટણી ને જોવા માં આવી રહી છે. રાજ્યમાં હવે ધીમે ધીમે ચૂંટણી પ્રચારમાં તેજી આવી રહી છે.પરંતુ ભાજપે શરૂઆતથી પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાતના મેદાનમાં ઉતારી સ્ફોટક પ્રચારનો પ્રારંભ કર્યો છે.આજે રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં પણ ચાર સ્ટાર પ્રચારકો વિવિધ બેઠક પર ચૂંટણી સભાઓ ગજવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મહુવા-તળાજા અને જેસર ખાતે સભા સંબોધી ઉમેદવારોને જંગી બહુમતી થી ચૂંટી કાઢવા અપીલ કરી હતી.આજે ભાવનગરની તળાજા બેઠક પરના ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણના ચૂંટણી પ્રચારમાં ભાજપના સ્ટાર પ્રચારક દેવેન્દ્ર ફડનવીસ પહોંચ્યા હતા.
જ્યાં તેની સાથે સાંસદ પૂનમ માડમ,ભારતીબેન શિયાળ,યુપી ના સાંસદ સંગમલાલ ગુપ્તા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં જ્યારે હાલ કેસરિયો માહોલ જામ્યો છે ત્યારે ઉપસ્થિત મહાનુભવોએ દીપ પ્રાગટય કરી સભા સંબોધતા કહ્યું કે ચૂંટણી ભલે ગુજરાતમાં હોય પરંતુ આખા દેશની નજર ગુજરાતની ચૂંટણી પર છે. જેમાં 27 વર્ષના ભાજપના શાસન બાદ હવે ગુજરાતમાં શુ થશે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે હવે દેશના નહિ પરંતુ વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે તેમના 8 વર્ષના શાસનમાં ભારતનું નામ એક અલગ ખ્યાતિ સાથે ઉભરી રહ્યું છે અને દેશની અર્થ વ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે ત્યારે ઘણી એવી તાકતો કે જે વડાપ્રધાનને કમજોર દેખાડવા પ્રયાસો માં લાગી છે પરંતુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્યસરકાર દ્વારા વિકાસના કામો જે થયા છે
જેને કારણે પ્રજા સતત 27 વર્ષથી ભાજપને સત્તા સ્થાને બેસાડી રહી છે જ્યારે આ ચૂંટણી 2024 ની તૈયારી ના ભાગે પણ જોવાય રહી છે ત્યારે વધુને વધુ કમળ ને ચૂંટી ગાંધીનગર મોકલી આપવા અપીલ કરી હતી.જેમાં તળાજા બેઠક પર ગત ચૂંટણીમાં પ્રજાએ કરેલી ભૂલ ફરી ન થાય અને આ વિસ્તાર અને પ્રજાનો વિકાસ ન રૂંધાય તેની ખાસ તકેદારી રાખી તળાજાના ગૌતમ ચૌહાણ ને વધુને વધુ લીડ થી વિજયી બનાવવા અપીલ કરી હતી.જ્યારે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આપ પાર્ટી એ સૌથી વધુ ખોટું બોલતી પાર્ટી છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે અન્યત્ર ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી ને વીર સાવરકર પર ના નિવેદન માં તે હજુ બાળક બુદ્ધિ ધરાવે છે અને આ પરિવાર જાતિવાદ,ધર્મવાદ ના વિષ થી નફરત ફેલાવવા ની રાજનીતિ કરી છે અને કરી રહ્યા છે .