Gandhinagar
વર્ણવ્યવસ્થાના વાડાએ દલિતોને હિંદુ ધર્મથી દૂર થવા મજબૂર કર્યા? હિન્દુ ધર્મમાં વંચિતો શૂન્યાવકાશ જેવી સ્થિતિ અનુભવે તેવું કેમ બની શકે?

કાર્યાલય
ગાંધીનગરમાં મોટી સંખ્યામાં દલિતોએ ધર્મપરિવર્તન કર્યું ; દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ; 10 જેટલા રાજ્યોમાંથી લોકો આવ્યા હતા : 15 હજારથી વધુ લોકોએ હિંદુ ધર્મ ત્યજી બૌદ્ધ ધર્મ અપનાવ્યો
ગાંધીનગરમાં દીક્ષા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 હજારથી વધુ લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારે દલિત સમાજના લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ રહ્યા છે. જાતિ-જ્ઞાતિના ભેદભાવથી દૂર રહીને સમાનતા અપનાવવા માટે દીક્ષા લઈ રહ્યા છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે ધારયતિ ઈતિ ધર્મ. એટલે કે જે ધારણ કરવામાં આવે જે ટકી રહે તે ધર્મ.. એક સમય હતો કે જયારે ધર્મ એ માત્ર ધર્મ સ્વરૂપે જ હતો, તે આપણા જીવન જીવવાનું ચાલકબળ હતો. સમય બદલાયો એમ ધર્મને લગતી વ્યાખ્યાઓ, અર્થઘટનો બદલાયા. હજારો વર્ષોથી પ્રવેશેલી વર્ણવ્યવસ્થાએ વંચિતોને ન્યાય કરવામાં જાણે કે પાછી પાની કરી. વર્ણવ્યવસ્થાના નામે સમાજના વંચિતો, શોષિતો સાથે વર્ષોથી જે વ્યવહાર થયો તેના કદાચ માઠા ફળ હવે ચાખવા મળે તો નવાઈ નહીં. ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ ગાંધીનગરમાં 15 હજારથી વધુ દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, વર્ષો પહેલા બાબા સાહેબ આંબેડકરે પણ 1956માં હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
મોટાભાગના ધર્મપરિવર્તન કરનારા લોકોનો તર્ક એક જ છે કે જયાં જાતિગત ભેદભાવ અને માણસ-માણસ વચ્ચે ભેદભાવ નથી અમે તે ધર્મ અપનાવવા માંગીએ છીએ. વ્યક્તિગત રીતે હિંદુ ધર્મની વાત કરીએ તો હિંદુ ધર્મ માટે કેરળ હાઈકોર્ટ જેવી બંધારણીય સંસ્થા પણ કહી ચુકી છે કે હિંદુ ધર્મ એ જીવન જીવવાની પદ્ધતિ છે, જે તમને જીવન વ્યવહાર શીખવે છે.. આવા ધર્મમાં વંચિતો શૂન્યાવકાશ જેવી સ્થિતિ અનુભવે તેવું કેમ બની શકે? ગુજરાતમાં ધર્મપરિવર્તનની ઘટનામાં ધીમે પગલે વધારો થઈ રહ્યો છે કે કેમ. શું વર્ણવ્યવસ્થાના વાડાએ જ દલિતોને હિંદુ ધર્મથી દૂર થવા મજબૂર કર્યા. મુદ્દા અનેક છે વિષય ગંભીર છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં દલિતોએ ધર્મપરિવર્તન કર્યું. ત્યારે દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. 10 જેટલા રાજ્યોમાંથી લોકો આવ્યા હતા. 15 હજારથી વધુ લોકોએ હિંદુ ધર્મ ત્યજી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.ધર્મપરિવર્તન કરનારાઓનું કહેવું હતું કે માનવ-માનવ વચ્ચે ભેદ ન હોવો જોઈએ.