Entertainment
કોમેડી ક્વીન ભારતી સિંહ અને પતિ કર્ષની મુશ્કેલી વધી! ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 200 પાનાની ચાર્જશીટ

કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ડ્રગ્સ કેસને લઈને NCBએ ફરી એકવાર ભારતી અને હર્ષ પર સકંજો કસ્યો છે. NCGએ કપલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ ડ્રગ્સ કેસને લઇને દાખલ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ કપલની વર્ષ 2020માં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. પરંતુ હવે ફરી એકવાર ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 2020 ના અંતમાં ભારતી અને હર્ષની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 86.50 ગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો.
તેવામાં હવે 200 પાનાની ચાર્જશીટ દાખલ થયા બાદ ફરી એકવાર આ મામલો ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પહેલીવાર બોલિવૂડમાં ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો.
ભારતી અને હર્ષ ઉપરાંત રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સાથે શ્રદ્ધા કપૂરથી લઈને સારા અલી ખાન સુધીનું નામ જોડાયું હતું.