Connect with us

Gujarat

ઉત્તરાખંડ દુર્ઘટના મામલે કલેકટર આર કે મહેતા એ વિગતો આપી

Published

on

Collector RK Mehta gave details regarding Uttarakhand accident

કુવાડીયા

ગઈકાલે ઉતરાખંડમાં ગંગોત્રી હાઈવે પર જે દુર્ઘટના સર્જાય હતી જેમાં ભાવનગરથી દર્શનાર્થે ગયેલા યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં ઉતરાખંડ પાસીંગની બસમાં ૩૩ મુસાફરો સવાર હતા જેમાં ૭ લોકો જે મૃત્યુ પામ્યા તે તમામ ભાવનગર શહેર અને જીલ્લાના છે જેમાં ભાવનગરના ૧, પાલીતાણાના ૧, તળાજાના ૩ અને મહુવા તાલુકાના ૨ લોકો નો સમાવેશ થાય છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તો પૈકી ૨૨ લોકો પણ ભાવનગર જીલ્લાના છે જે પૈકી ૪ ને ગંભીર ઈજાઓ થવા પામી છે. આ ઘટનામાં અહીનું વહીવટીતંત્ર ત્યાની સરકારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી વિગતો મેળવી હતી.ઉતરાખંડ ના ડીઝાસ્ટર તંત્ર સાથે સંપર્કમાં રહી વિગતો મળી હતી જેમાં જેમ જેમ રાહત કામગીરી શરુ થઇ અને ઘાયલોને સારવારમાં ખસેડવામાં આવ્યા તેમ તેમ નામોની યાદી આવતી ગઈં હતી.

Collector RK Mehta gave details regarding Uttarakhand accident

જેમાં ભાવનગરના સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ દ્વારા ઘણી મદદ મળી હતી.ખાસ રાજ્ય સરકાર, રાહત કમિશ્નર સાહેબ તેમજ સ્થાનિક અને રાજ્ય સરકારના કંટ્રોલ વિભાગ પણ સતત સંપર્કમાં રહી વિગતો પ્રાપ્ત કરી હતી તેમજ ઘાયલોને સારવાર મળી રહે . મૃતક લોકોના પરિજનોને તેમના સ્વજનના મૃતદેહ પરત લાવવામાં મુશ્કેલી ના પડે તે માટે મૃતદેહોને દેહરાદુન લાવવામાં આવશે ત્યાંથી તેઓ પોતાના ઘર પરત લઈને આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૬ લોકોના મૃતદેહ ભાવનગર જીલ્લામાં સાંજે ૬.૫૫ ની ફ્લાઈટ માં લાવવામાં આવશે જયારે મીનાબેન ઉપાધ્યાય નામની મહિલાના અંતિમ સંસ્કાર ત્યાજ કરવામાં આવશે .હાલ તમામના પરિવારજનો ઉતરાખંડ પહોચી ગયા છે જયારે તંત્ર પણ તેની સાથે સંપૂર્ણ સહકારમાં તૈયાર ઉભું છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!