Bhavnagar
ગારીયાધાર અને બોટાદ MLAની સ્પષ્ટતા ; અમે કેજરીવાલના સૈનિક, ગુજરાતમાં AAPના પાંચ પાંડવો ભાજપમાં જોડાવાની વાત પાયાવિહોણી’

કુવાડિયા
- સુધીર વાઘાણીએ ટ્વીટ કરી કહ્યું મને કોઈ પણ પ્રકારની લાલચ નથી હું આમ આદમી પાર્ટીમાં છું અને રહીશ ; મકવાણાએ કહ્યું મતદાતાઓનો વિશ્વાસ નહિ તૂટવા દઈએ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહેલી અને પહેલાથી જીતનો દાવો કરી રહેલી આમ આદમી પાર્ટી માત્ર 5 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. એવામાં એવી વાતો થઈ રહી છે કે, આમ આદમી પાર્ટીના જીતેલા ધારાસભ્યો પૈકી કેટલાક ભાજપમાં જોડાવાના છે. આ બાબતે બોટાદથી ચૂંટાયેલા આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વીડિયોના માધ્યમથી સ્પષ્ટતા કરી છે.
ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલના કટ્ટર ઈમાનદાર વિચારોને ધ્યાનમાં રાખીને મારા પર વિશ્વાસ મૂકીને ખૂબ મોટી લીડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા મને જીતાડવા બદલ બોટાદની જનતાનો આભાર માનું છુ. તો બીજી તરફ ગારીયાધાર બેઠક પર લડેલા અને જીતેલા સુધીર વાઘાણીએ કહ્યું મને કોઈ પણ પ્રકારની લાલચ નથી હું આમ આદમી પાર્ટીમાં છું અને રહીશ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. અમે પાંચ આપના પાંડવો છે. મીડિયામાં એવી વાતો થઈ રહી છે કે, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ,ગારિયાધારથી ચૂંટાયેલા સુધીર વાઘાણી અને વિસાવદરથી ચૂંટાયેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવાના છે. જો કે આ વાત તદ્દન પાયાવિહોણી છે. આપના અમે પાંચ પાંડવો પ્રદેશના શિર્ષ નેતૃત્વ સાથે સંપર્કમાં છીએ.
ભાજપએ ભ્રષ્ટાચારની જનેતા છે. અગાઉ પણ ભાજપે કોંગ્રેસના 65થી વધુ ધારાસભ્યો ખરીદીને એની સરકારમાં બેસાડ્યા છે. ભાજપે અમારા ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ કોઈ તે ફૂટવાનો નથી. ભાજપના લોકો અમને લોભ-લાલચ આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમે ફૂટવાના નથી. જણાવી દઈએ કે, આજે વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતનારા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાવાની વાતો વહેતી થઈ હતી. જે બાદ ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું કે, હું હજુ સુધી મારા વિધાનસભા વિસ્તારની જનતાને નથી મળી શક્યો. હું લોકોને પૂછીશ અને જે તેમના હિતમાં હશે, તે મુજબ નિર્ણય લઈશ.