Bhavnagar
વડાપ્રધાનશ્રીને ભાવનગર એરપોર્ટ ખાતે આવકારતાં મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભાવનગરની એક દિવસીય મુલાકાતે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્રીાંય આરાગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, પ્રભારી અને વન તથા પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આર.સી.મકવાણા, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, આઇ. જી.શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષકશ્રી રવિન્દ્ર પટેલ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાનશ્રી ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, પૂર્વ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, સુશ્રી વિભાવરીબેન દવે, દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ નાકરાણી, ભીખાભાઇ બારૈયા, આત્મારામ પરમાર, સહિતના મહાનુભાવોએ ઉષ્માસભર આવકાર આપ્યો હતો.