Bhavnagar
ભાવનગર જિલ્લા સંયોજક તરીકે પ્રતાપસિંહ મોરીની નિમણુંક : કાર્યકરોમાં ખુશાલી
મૂળ સિહોરના બોરડી ગામના વતની અને પ્રતાપસિંહ મોરી તાલુકા જિલ્લા પંચાયત લડી ચુક્યા છે ગ્રામ્ય પંથકમાં મોરી પરિવારનું સારૂ પ્રભુત્વ છે
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે બોરડીના પ્રતાપસિંહ મોરીની નિમણુંક થઈ છે પ્રતાપસિંહ મોરી અને મોરી પરિવારનું ગ્રામ્ય વિસ્તારોમાં સારું પ્રભુત્વ છે વર્ષોથી પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે પ્રતાપસિંહ તાલુકા જિલ્લા પંચાયત પણ લડી ચુક્યા છે ત્યારે RGPRS ના રાષ્ટ્રીય ચેરપર્સન કુમારી મીનાક્ષી નટરાજનના આદેશથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરની સુચનાથી ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે પ્રતાપસિંહને મુકવામાં આવ્યા છે જેમણે રાષ્ટ્રીય કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરતા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે સંકલન કરી ને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના નીર્માણ અને વિસ્તાર માટે વિવિધ કાર્યો આગામી સમયમાં હાથ ધરશે
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ( RGPRS ) જમીની સ્તર પર રહેલા લોકોની રાજકીય તકોના વિસ્તાર અને પંચાયતી રાજ તથા શહેરી સ્થાનીય સ્વરાજની સંસ્થાઓમાં તેમની ભાગીદારી નક્કી કરી સત્તાના હસ્તાંતરણ માટે રાષ્ટ્રીય ચેતના ઉભી કરવા માટેનું એક મંચ છે . RGPRS ની સ્થાપના ૨૦૦૭ માં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખશ્રી માનનીય સોનીયા ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી . RGPRS ના લક્ષ્યો છે સત્તાના વિકેન્દ્રિકરણની હિમાયત , ચુંટાયેલા પ્રતિનિધિઓમાં સત્તાના હસ્તાંતરણ બાબતની સમજણ વધારવી અને સ્થાનીય સ્વરાજની ભુમિકા અને તેની સત્તા વિશે દેશના નાગરીકોમાં જાગૃતિ લાવવી કોંગ્રેસી વિચારધારાનું કામ આ સંગઠન કરે છે અને જેમાં પ્રતાપસિંહની વરણી થતા શુભેચ્છકો કાર્યકરોમાં હર્ષની લાગણી વ્યાપી છે અને શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે