Connect with us

Sihor

સિહોર સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃમિ વિરોધી દિનની ઉજવણી

Published

on

celebration-of-national-deworming-day-at-sihore-satchidanand-gurukul-vidyalaya

દેવરાજ

  • ઉસરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સ્ટાફના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી

10 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય કૃમિ વિરોધી દિનની ઉજવણી સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય- સિહોર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ ના ડોક્ટર, નર્સો, આશાવર્કર, સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમરાખવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ફાધર વિનોદે સર્વનું સ્વાગત કર્યુ હતું.

celebration-of-national-deworming-day-at-sihore-satchidanand-gurukul-vidyalaya

ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકોના આંતરડાંમાં કૃમિ સંક્રમણના કારણે બાળકો કુપોષણના શિકાર બને છે. અને તેમના શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે. 1 વર્ષથી 19 વર્ષના બાળકો તેનો ભોગ બને છે. થાક લાગે છે. પરિણામે બાળકોનો શારિરીક માનસિક વિકાસ પણ સંપૂર્ણ થતો નથી. કૃમિને કરમિયા, ચરચિયા, કીડા, કરમ વગેરે નામોથી ઓળખાય છે.

celebration-of-national-deworming-day-at-sihore-satchidanand-gurukul-vidyalaya

કૃમિના પ્રકારો- હુકવોર્મ, રાઉન્ડ વોર્મ, સ્ટોન ઈલોઈડ વગેરે છે. કૃમિથી શુ નુકસાન થાય, કૃમિનો ચેપ લાગ્યો હોય તો કેવીરીતે ખબર પડે, કૃમિથી બચવા શુ કરવુ જોઈએ. વગેરે ની માહિતી આપી હતી. બધા વિદ્યાર્થીઓને કૃમિની દવા આપી હતી. ધો-1 થી ધો-12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતે આચાર્યશ્રીએ આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકગણે સહયોગ આપી સફળ બનાવ્યો હતો.

Continue Reading
Advertisement
error: Content is protected !!