Sihor
સિહોરના મેઇન બજારમાં આખલાઓનો આંતક : અનેક બાઇક ફરસાણની દુકાનને નુકશાન
સિહોરના નગરજનો તહેવારો ભય વગર ઉજવે તે માટે ઢોરના ત્રાસથી મુક્ત કરાવો તેવી ચોમેર માંગ : દિવસ દરમિયાન વારંવાર બાખડતા આખલાથી લોકો ભયમાં
પવારએક તરફ દિવાળીના તહેવારો શરૂ થવા જઈએ રહ્યા છે બીજી તરફ સિહોરની મેઇન બજારમાં આખલાઓએ ભારે આંતક મચાવ્યો છે આખલા ભાખડતા અનેક બાઇકોને સાથે ફરસાણની દુકાનનું નુકશાન થવા પામ્યું છે રખડતા ઢોરનો ત્રાસમાથી મુક્ત કરવા નગરજનોમાં ચોમેર માંગ ઉભી થવા પામી છે રખડતા ઢોર ખુટીયા, ગાયનો ભયકર ત્રાસ વધી રહ્યો છે. શાકમાર્કેટ, મેઇન બજાર, આંબેડકર ચોક, તેમજ તમામ જાહેર માર્ગ ઉપર રખડતા ભટકતા આખલાના તરખાટ અડિંગાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
જાહેર રોડ ઉપર રાહદારીઓ અને વાહન ચાલકો આવા રખડતા ઢોરના શિકાર બની રહ્યાં છે. રખડતા ઢોરને પકડી ડબ્બે પુરવાની જવાબદારી નિભાવવા સ્થાનિક સતાવાળા પાછી પાની કરી રહ્યાં છે અને ઢોરને ઝબ્બે કરવા કાયમી તંત્ર કે વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી. રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા આદેશો આપવામાં આવ્યા હોવા છતા ઢોરના ત્રાસે લોકો ત્રાસી ગયા છે દિવાળીનો સમય છે વહેલી તકે ઉકેલ જરૂરી છે