Connect with us

Sihor

રક્તદાન મહાદાન : સિહોર સિંધી કોલોની ગુરુનાનક હોલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો

Published

on

Blood Donation Mahadan: A Blood Donation Camp was held at Guru Nanak Hall, Sihore Sindhi Colony

બ્રિજેશ

સિહોર સિંધી સમાજ દ્વારા આજે રવિવારે રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું, બાળકો માટે શિક્ષણ, વડીલોની સેવા, સમાજમાં યોગદાન, અને માનવતા માટે રક્તદાનના સૂત્ર સાથે આજે રવિવારે સિહોરના ગુરુનાનક હોલ ખાતે સિંધી સમાજ દ્વારા રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કર્યું હતું

Blood Donation Mahadan: A Blood Donation Camp was held at Guru Nanak Hall, Sihore Sindhi Colony

સમાજના વડીલોએ રક્તદાન કરીને અન્ય યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી અહીં સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાનની આ સેવાકીય પ્રવૃત્તિમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો.આ રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઉદારતાપૂર્વક રક્તદાન કરવા રીતસર લાઇન લગાવી માનવતાની મિસાલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

error: Content is protected !!