Sihor
ભાજપને માંડ 70 બેઠક મળશે, કોંગ્રેસની સરકાર બનશે : કોંગ્રેસી નેતાઓ ભાજપ સામે તૂટી પડ્યા
પવાર : બુધેલીયા
સિહોર ખાતે કોંગ્રેસ ઉમેદવારનુ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું : જિલ્લાના કોંગ્રેસી નેતાઓ સિહોરમાં ; કોંગ્રેસને તોડવાના પ્રયાસમાં ભાજપનુ પોતાનુ ઘર જ સળગ્યુ છે, કોંગ્રેસી નેતાઓનો ટોણો – ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી લોકો છુટકારો ઝંખે છે – જિલ્લા પ્રમુખ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જ બહુમતી સાથે સરકાર રચાશે. મોંઘવારી ભ્રષ્ટાચાર સહિતના દુષણોથી થાકી ગયેલા મતદારો ભાજપને જાકારો આપશે. ભાજપને માંડ 70 બેઠકો જ મળશે. જયારે આમ આદમી પાર્ટી અત્યારે પણ કયાંય દેખાતી નથી.
ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર રેવતસિંહ ગોહિલના સિહોર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આવેલ કોંગ્રેસી નેતાઓએ ભાજપ સામે પ્રહારો કરીને કહ્યું હતું કે ભાવનગર જ નહીં રાજયમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરોમાં નવો જુસ્સો જુવા મળી રહ્યો છે. આ પ્રસંગે રેવતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં સેવા કરવાની તક આપેલ છે તે બદલ પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસનો આભાર વ્યક્ત કરી ભાજપ સરકાર આકાર પ્રહાર કર્યા હતા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મેહુરભાઈ લવતુકા, દિલીપસિંહ ગોહિલે રાજ્યમાં ગુજરાત મેં બનાવ્યું છે
તે મુદા પર ભાજપની આકરી ઝાટકણી કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભગવાન કૃષ્ણના સમયથી સમૃદ્ધ છે અને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ ગુજરાત બનાવ્યું છે પણ ભાજપના સાશનમાં બેરોજગારી,મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય અને દેશની જનતા પીસાઈ રહી છે આગામી દિવસોમાંમાં રાજ્યમાં કોંગ્રેસ ૧૦૦ થી વધુ સીટો સાથે સરકાર બનાવી રહી છે અને જિલ્લાની સાતે સાત સીટ કોંગ્રેસ જંગી લીડ થી જીતી રહી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અહીં કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.