Connect with us

Bhavnagar

ભાવનગર : સનેસ ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલા આઇશર ટ્રક સાથે બે ઝડપાયા

Published

on

bhavnagar-two-were-caught-with-an-eicher-truck-full-of-tins-of-foreign-liquor-and-beer-near-sanes-village

Pvar

  • લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ વિદેશી દારૂ બીયર મોબાઈલ ટ્રક મળી કુલ રૂપિયા ૩,૪૫,૩૬૮ નો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર શહેરથી થોડે દૂર આવેલ સનેસના પાટિયા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલા આઇસર ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલ.સી.બી. સ્ટાફનાં સ્ટાફ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

bhavnagar-two-were-caught-with-an-eicher-truck-full-of-tins-of-foreign-liquor-and-beer-near-sanes-village

દરમ્યાન મળેલ બાતમી આધારે ભાવનગર, સનેસ પાટીયા, જે.કે.પેટ્રોલ પંપ પાસે રોડ પરથી પસાર થઈ રહેલા આઇશર ટ્રક નંબર GJ-05-BX 3637 ને અટકાવી તારાથી લેતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે શૈલેષ નાથાભાઇ બારૈયા ઉ.વ.૨૪,વિજયભાઇ જગદિશભાઇ જેઠવા ઉ.વ.૨૫ ને વિદેશી દારૂ,બિયર, મોબાઈલ આઇશર ટ્રક મળી કુલ રૂપિયા ૩,૪૫,૩૬૮ નો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સો વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમા પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો

error: Content is protected !!